Not Set/ હૈદરાબાદ/ હેવાનિયતની હદ પાર કરનાર ચારેયને મળ્યો 8 દિવસમાં અંજામ, એન્કાઉન્ટર સુધીનો આવો છે ઘટના ક્રમ

28 નવેમ્બરના રોજ, હૈદરાબાદના શાદનગરમાં, દાઝી ગયેલી હાલતમાં ડોક્ટર યુવતીની લાશ મળ્યા બાદ હંગામો થયો હતો. એક મહિલા ડોક્ટર સાથે ચાર શખ્સોએ મળીને જંગલી વર્તન કર્યું હતું અને બળાત્કાર પછી તેને જીવતી સળગાવી હતી. આ હંગામો કરતી ઘટનાએ એવી આગ લગાવી કે સમગ્ર દેશમાં હંગામો મચી ગયો. આ હેવાની કૃત્ય બાદ આરોપીઓને સજા કરવા માટે […]

Top Stories India

28 નવેમ્બરના રોજ, હૈદરાબાદના શાદનગરમાં, દાઝી ગયેલી હાલતમાં ડોક્ટર યુવતીની લાશ મળ્યા બાદ હંગામો થયો હતો. એક મહિલા ડોક્ટર સાથે ચાર શખ્સોએ મળીને જંગલી વર્તન કર્યું હતું અને બળાત્કાર પછી તેને જીવતી સળગાવી હતી. આ હંગામો કરતી ઘટનાએ એવી આગ લગાવી કે સમગ્ર દેશમાં હંગામો મચી ગયો. આ હેવાની કૃત્ય બાદ આરોપીઓને સજા કરવા માટે દેશભરમાંથી એક અવાજ ઉઠી રહ્યો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દરમિયાન, અચાનક 6 ડિસેમ્બરે સવારે સમાચાર આવ્યા કે એન્કાઉન્ટરમાં પોલીસ દ્વારા હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને ઠાર મારવામાં આવ્યા છે.

પોસીલ દ્વારા જ્યારે રાતનાં સમયે ઘટનાનું પુનરાવર્તન કરવામાં માટે આરોપીઓને ઘટના સ્થળે લઇ જોવામાં આવ્યા હતા ત્યારે ઓરોપીઓ દ્વારા પોલીસની રિવોલ્વોર ઝુટવીને ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્ય હતો અને પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં ચારેય આરોપી મોતને ઘાટ ઉતર્યા હતા. એ ઘટનામાં પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.  જો કે એન્કાઉન્ટરનાં આ  સમાચાર દેશભરમાં વાયુવેગે પ્રસરી ગયા અને દેશમાં શાંતિનો શ્વાસ લેવામાં આવ્યો કે, ચલો કઇંક તો થયું, કો કે તો કર્યું.

સામૂહિક બળાત્કાર-હત્યાની ઘટનામાં પોલીસે 20થી 24 વર્ષનાં 4 આરોપીની ધરપકડ 24 કલાકમાં કરી લીધી હતી. આરોપીઓની ઓળખ મોહમ્મદ આરીફ (26), જોલ્લુ શિવા (20), જોલ્લુ નવીન (20) અને ચિંતાકુંતા ચેન્નાક શાહુલુ તરીકે થઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે નવીને, તે વેટરનરી ડોક્ટરના સ્કૂટરને પંચર કરવું હતું અને તેના પાછા ફરવા સુધી રાહ જોવાની હતી.  જ્યારે તે મહિલા ડોક્ટર 9ને 15 વાગ્યે  ગછીબાવલીથી પરત ફરી ત્યારે આરીફ તેની ટ્રકમાંથી નીચે આવ્યો અને તેની પાસે ગયો અને કહ્યું કે તે ટાયર પંચર છે. જે બાદ તેણે વેટરનરી ડોક્ટરને સ્કૂટી રિપેર કરી આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ આરીફે  સ્કૂટીને સફાઈ કામદાર શિવ સાથે રિપેરીંગ માટે મોકલી દીધી હતી.

આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, તે જ સમયે, લેડી ડોક્ટરે તેની બહેનને કોલ કરી સમગ્ર ઘટના જણાવી હતી. તેણીએ કહ્યું હતું કે એક ટ્રક ડ્રાઈવરે પંચરને ઠીક કરવાની ઓફર કરી હતી અને તેને રિપેરીંગ માટે સફાઇ કામદારને મોકલ્યો છે. બંને બહેનોની વાતચીત થયાના લગભગ 15 મિનિટ પછી, મહિલા ડોક્ટરનો ફોન 9:40 મિનિટ પર સ્વીચ ઓફ થઇ ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરીફ, નવીન અને ચેન્નાકશાવુલુ બળપૂર્વક તેને નજીકની બાઉન્ડ્રી વોલ પાસે લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. અને બાદનાં તેણીને જીવંત સળગાવી હત્યા કરવમાં આવી હતી. સમગ્ર ઘટના એક પૂર્વાયોજીત કાવતરુ હતું અને ઉપરોક્ત ત્રણેય આરોપી દ્વારા કાવતરુ ઘડ્યા સમયે ટોલ નાકા પાસે દારુ પણ પીવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. શાદનગર કોર્ટે બુધવારે ચારેય આરોપીઓને 7 દિવસનાં પોલીસ રિમાન્ડ આપ્યા હતા.

આપને તે પણ જણાવી દઇએ કે, આ કેસમાં હૈદરાબાદના વકીલોએ ચારેય આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. શાદનગર બાર એસોસિએશને શનિવારે ઘોષણા કરી હતી કે ડોક્ટર પર બળાત્કાર ગુજારનારા ચાર આરોપીઓને કોઈ કાયદેસરની મદદ આપવામાં આવશે નહીં. તે પછી તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆરએ ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની ઘોષણા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.