Vadodara News/ વડોદરાના ડભોઈમાં બિલ્ડરે માઇનોર કેનાલ તોડતા ખેડૂતોને પિયતના ફાંફા

વડોદરાના ડભોઈ તાલુકામાં બિલ્ડરે મનમાની કરીને કેનાલ તોડી નાખતા ખેડૂતોને પિયતના પણ ફાંફા પડતા તેઓએ તેની સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાના ડભોઈમાં બિલ્ડરો (Builder)ની મનમાની સામે આવી છે. બિલ્ડરો કેવા ફાટ્યા છે અને તેમની દાદાગીરી કેવી છે તેનું ઉદાહરણ જોવું હોય તો વડોદરા (Vadodara) ના ડભોઈ (Dabhoi)માં જોઈ શકાય છે. વડોદરાના ડભોઈના સેગુવાડા ગામમાં બિલ્ડરે માઇનોર કેનાલ તોડી પાડી હતી. તેના કારણે ખેડૂતોને પિયતના ફાંફા થઈ ગયા છે.

Builderએ કેનાલ તોડતા Farmersની સ્થિતિ વણસી

બિલ્ડર (Builder)ની મનમાની સામે વિરોધ

વડોદરામા બિલ્ડરની આ મનમાની સામે વડોદરાના મલ્હારપુરાના ખેડૂતોએ (Farmers) ઉગ્ર વિરોધ (Opposition) શરૂ કર્યો છે. બિલ્ડરના  પગલાંથી પિયતના પણ ફાંફા પડતા ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ અધિકારીઓ અને બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. બેતુન નૂર સિટીના બિલ્ડરોની મનમાની સામે આવી છે. ખેડૂતોને પિયતના વલખા છે અને એક વર્ષથી ખેતીના પાક નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે બિલ્ડરોની આ મનમાનીએ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી કરી છે.

આમ શહેરોમાં તો બિલ્ડરો મનમાની કરે જ છે, પરંતુ હવે નાના શહેરોમાં પણ બિલ્ડરો મનમાની કરવા લાગ્યા છે અને ખેડૂતોને હેરાન કરવા લાગ્યા છે. ખેડૂતો સુધી માંડ-માંડ કેનાલનું પાણી પહોંચે છે ત્યારે આ રીતે કોઈની પણ મંજૂરી વગર 500 મીટર સુધીની કેનાલ તોડી નાખીને બિલ્ડરે ખેડૂતોને સ્થિતિ વધારે ખરાબ કરી નાખી છે. આજે ખેડૂતોએ તેમના બધા કામ પડતાં મૂકીને વિરોધ નોંધાવવા ઉતરવુ પડી રહ્યું છે.

ખેડૂતો તંત્રની ચુપ્પીથી નારાજ

આશ્ચર્યની વાત તો એ છે કે બિલ્ડરના આ કૃત્ય સામે તંત્ર પણ કશું બોલતું નથી. તંત્રના મોઢે પણ જાણે કયા પ્રકારના તાળા વાગી ગયા છે કે તંત્રએ જ બનાવેલી કેનાલ બિલ્ડરે તોડી પાડી હોવા છતાં તેની સામે કાર્યવાહી કરવાના બદલે ચૂપ છે.

ખરેખર તો તંત્રએ બિલ્ડરને આ રીતે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દંડ ફટકારવો જોઈએ. બિલ્ડરની સામે કાર્યવાહી કરવાની વાત તો બાજુએ રહી પણ તંત્ર એટલું પણ પૂછી શકતું નથી કે ભાઈ તે આ કેનાલ કેમ તોડી, કોને પૂછીને તોડી, કયા અધિકારથી તોડી, કોની મંજૂરીથી તોડી. ખેડૂતોનું તો કહેવું છે કે બિલ્ડર અને તંત્રની મિલીભગત છે.


આ પણ વાંચો: વડોદરા પોલીસ કમિશનર તોપનું નિરીક્ષણ કરવા મંદિરે પહોંચ્યા, સુરક્ષા કારણોસર પરંપરા 29 વર્ષથી બંધ હતી

આ પણ વાંચો: Vadodara/ શહેરની એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માણતા 12 યુગલો ઝડપાયા

આ પણ વાંચો: Vadodara મહાનગર પાલિકાનું ડોર-ટુ-ડોર કલેક્શન વાહન જાહેરમાં ગંદકી કરતા ઝડપાયું