Breaking News/ સુરતમાં SBI બેંક લૂંટનો માસ્ટરમાઇન્ડ જેલમાં બેઠો! 50 લાખ લૂંટના તાર બિહાર સુધી પહોંચ્યા

Surat SBI robbery cas: 1000 CCTV તપાસ, 1500KM પીછો બાદ આરોપી ઝડપાયો; જેલમાંથી ગેંગ ઓપરેટ થવાનો ચોંકાવનારો ખુલાસો

Top Stories Gujarat Surat Breaking News
Surat SBI robbery cas: જેલમાં બેઠો ગુનેગાર બની ગયો માસ્ટરમાઇન્ડ

Breaking News: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટ કેસ (Surat SBI robbery cas)માં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લૂંટનો માસ્ટરમાઇન્ડ બિહારની જેલમાં બંધ હોવા છતાં ગેંગને બહારથી સંચાલિત કરતો હતો. પોલીસ અનુસાર, કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત નામનો આરોપી બિહારની બેઉર સેન્ટ્રલ જેલમાં હોવા છતાં પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહી સુરતમાં બેંક લૂંટનું આયોજન કરતું હતું. આ ગેંગ અગાઉ પણ મોટા ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે.

Surat SBI robbery casના તાર બિહાર સુધી પહોંચ્યા

તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે 1000થી વધુ CCTV કેમેરાની તપાસ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓ સુધી પહોંચી હતી. 1500 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલીસએ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મુખ્ય આરોપી શુભમ ઠાકુરને ઝડપી લીધો હતો.પોલીસે વધુમાં ખુલાસો કર્યો કે આરોપીઓએ લૂંટ (Surat SBI robbery cas) કરતા પહેલા લગભગ બે મહિના સુધી સુરતમાં રહી રેકી કરી હતી. તેઓએ નકલી આધારકાર્ડ બનાવીને અલગ-અલગ વિસ્તારોમાં ભાડે મકાનો લીધા હતા અને બેંકની હલચલ પર નજર રાખી હતી.

આ ગેંગ ખૂબ જ પ્રોફેશનલ રીતે કામ કરતી હતી. લૂંટ (Surat SBI robbery cas) દરમિયાન તેઓ પાંચ મોટી બેગ લઈને આવ્યા હતા અને કરોડોની લૂંટ કરવાની તૈયારીમાં હતા, પરંતુ તે સમયે ઓછી રકમ હોવાને કારણે માત્ર 50 લાખ રૂપિયા લઈ ફરાર થયા હતા.

ઘટનાના બાદ પોલીસએ વિવિધ રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે.આ કેસમાં હજુ વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે અને પોલીસ અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો:વરાછા SBI બેંકમાં 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, UP થી 2 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો:વરાછાની SBI બેંકમાં 4 હથિયારધારીઓએ દૂકની અણીએ 50 લાખની લૂંટ કરી થયા ફરાર

આ પણ વાંચો:દાહોદમાં ₹5.57 કરોડનું લોન કૌભાંડ, SBI બેંકની શાખાઓમાં છેતરપિંડીનું નેટવર્ક ખુલ્લું