Climate Change/ અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો, માવઠાથી રવિપાકને નુકશાનની શક્યતા

ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અને આવતી કાલ દરમ્યાન માવઠું થવાની સંભાવનાઓ છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે….

Gujarat Others
  • અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • બાયડ તાલુકાના કેટલાક ગામડામાં વરસાદ
  • હઠીપુરા,ચાંપલાવત પંથકમાં વરસાદી માવઠું
  • માવઠાથી રવિપાકને નુકશાનની શક્યતા

ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અને આવતી કાલ દરમ્યાન માવઠું થવાની સંભાવનાઓ છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ઠંડીનો પારો વધવાને કારણે અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લીનાં બાયડનાં કેટલાંક ગામડાઓમાં વરસાદી માવઠું થયુ છે. બાયડનાં હઠીપુરા, ચાંપલાવત પંથકમાં વરસાદી માવઠાંથી રવિપાકને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં 3 જાન્યુઆરી એટલે કે આજ-રોજ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જો કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રવી સીઝનનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હોય અને માવઠાની આગાહીનાં પગલે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

આપને જણાવી દઇએ કે, સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આજે અને આવતી કાલે બે દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વરસાદનાં લીધે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો