Anand News/ આણંદના આંકલાવમાં શ્રી હોસ્પિટલમાં મહિલા દર્દીના મોતને લઈ હોબાળો

ઓપરેશન બાદ મહિલાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ

Top Stories Gujarat

Anand News: આણંદ (Anand)ના આંકલાવમાં શ્રી હોસ્પિટલમાં દર્દીના મોત (Death)ને લઈ હોબાળો મચ્યો હતો. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો  પરિવારે આક્ષેપ કર્યો છે. કુટુંબ નિયોજન ઓપરેશન માટે મહિલાએ ઓપરેશન કરાવ્યા બાદ મહિલાની તબિયત બગડી હતી, બાદમાં દર્દીનું મોત થતાં પરિવારે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી છે, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આણંદ જીલ્લાના કસુંબાડ ગામની મહિલા દર્દી હેતલ પરમાર કુટુંબ નિયોજન ઓપરેશન માટે શ્રી હોસ્પિટલમાં આવી હતી. ઓપરેશન બાદ મહિલાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. બાદમાં પુનઃ હોસ્પિટલ લાવતા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતથી તેના પરિવારજનોનો તબીબ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે.  પરિવારના સભ્યોએ કેબિનમાં ઘૂસી તબીબ અને મહિલા તબીબ સાથે મારામારી કરી હતી.

મૃતક મહિલાની બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. તેમજ આંકલાવ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. પરિવારે પેનલ ડોકટર થકી મહિલાનું પીએમ (Postmortem) કરવાની માગ કરી છે.  મહિલાના મોતને લઇ મોડી રાત સુધી હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર

આ પણ વાંચો:આણંદમાં 64 કરોડના ખર્ચે જેલનું નિર્માણ, બાકરોલ જેલ હવે ‘જિલ્લા જેલ’ ઘોષિત

આ પણ વાંચો:આણંદના વહેરાખાડીમાં યુવકની કરપીણ હત્યા