Breaking News: અમેરિકાના (USA) ટેક્સાસમાં (Texas) રસ્તાઓ પરથી લીલી જ્વાળાઓ ઉછળી રહી છે. આ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ફાયરના અધિકારીઓએ તેને ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. તમને જણાવી દઈએ કે આ લીલી જ્વાળાઓ લબબોકના ટેક્સાસ ટેક કેમ્પસના મેનહોલમાંથી નીકળી રહી છે. લબબોક ફાયર રેસ્ક્યુ કહે છે કે તેની પાસે કેમ્પસમાં “મલ્ટીપલ લોકેશન ફાયર” છે. ટીમો તેને ઓલવવામાં વ્યસ્ત છે. વિસ્તારની તમામ ઈમારતો ખાલી કરાવવામાં આવી છે.
BREAKING: Green flames rise from a manhole at Texas Tech Campus in Lubbock. Lubbock Fire Rescue says it’s responding to “multiple fires” on campus and buildings have been evacuated in the area – KCBD
— Insider Paper (@TheInsiderPaper) March 13, 2025
એવી શક્યતા છે કે આ ગ્રીન ગેસમાંથી નીકળતી જ્વાળાઓ હોઈ શકે છે. ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આ આગ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ટેક્સાસમાં એક જગ્યાએ નહીં પરંતુ ઘણી જગ્યાએ આવી લીલી જ્વાળાઓ ઉછળતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ પણ વાંચો:અમેરિકાના જજે ચીનને કોવિડ- 19ના તથ્યને છુપાવવા બદલ ફટકાર્યો 24 અરબ ડોલરનો દંડ
આ પણ વાંચો:અમેરિકાએ સાથ છોડ્યા પછી રશિયાનો યુક્રન પર જોરદાર હુમલો, 10થી વધુના મોત
આ પણ વાંચો:અમેરિકામાં દારૂ પીને ડ્રાઈવ કરતો ગુજરાતી યુવક ઝડપાયો : આતંકવાદ ફેલાવવાનો આરોપ, ઘરમાંથી ગાંજો મળ્યો
