Ahmedabad News/ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના પગલે વિદ્યાસહાયકની ભરતી સ્થગિત

ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે વિદ્યાસહાયકની ભરતી સ્થગિત કરવામાં આવી છે. છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીની વિદ્યા સહાયક ભરતી રદ કરવામાં આવી છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે વિદ્યાસહાયકની ભરતી સ્થગિત કરવામાં આવી છે. છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીની વિદ્યા સહાયક ભરતી રદ કરવામાં આવી છે. બે દિવસની જિલ્લા પસંદગીની ભરતી પ્રક્રિયા બાદ આ ભરતી સ્થગિત કરવામાં આવી છે. હવે નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરીથી જાહેરાત કરવામાં આવશે.

રાજ્ય સરકારે હાથ ધરેલી ભરતી પ્રક્રિયાને પડકારતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરનારા ઉમેદવારો M Sc. અભ્યાસ સાથે નોલેજ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે ભરતી પ્રક્રિયામાં કેટલાક મુદ્દાઓ પર કોઈ સ્પષ્ટતા નથી અથવા તેમના હિતોને અસર થઈ રહી છે. હાઈકોર્ટે આ અરજી પર વિચારણા કરતા ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂક્યો હતો. જેના કારણે ભરતી મુલતવી રાખવી પડી હતી.

હાઈકોર્ટના આ નિર્ણયથી ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા હજારો ઉમેદવારોમાં મૂંઝવણ ઊભી થઈ છે. ઘણા ઉમેદવારોએ તેમના જિલ્લાઓ પણ પસંદ કર્યા હતા. હવે તેમને નવી તારીખની રાહ જોવી પડશે. શિક્ષણ વિભાગ કોર્ટના આદેશનો અભ્યાસ કરશે અને આગળની કાર્યવાહી કરશે અને ભરતી પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં નવી જાહેરાત કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર સરકારી ભરતી પ્રક્રિયાઓમાં કાનૂની ગૂંચવણો અને તેના કારણે ઉમેદવારોને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે.

આ ઘટના પાડાના વાંકે પખાલીને ડામ જેવી છે. તંત્રએ દાખવેલી અપારદર્શકતાનો ભોગ હજારો વિદ્યાર્થીઓએ બન્યા છે. તંત્રએ જો તેની વિદ્યાસહાયકની ભરતીની નીતિના અમલીકરણમાં પારદર્શકતા દાખવી હોત તો કોઈએ કેસ કરવાની જરૂર જ પડી ન હોત અને આજે આ રીતે હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા ન હોત. હજી પણ જો તંત્ર ફરીથી જાહેરાત કરે ત્યારે પારદર્શક નીતિ નહીં દાખવે તો આ પ્રકારની પરિસ્થિતિનું સતત પુનરાવર્તન થતું જ રહેશે. હજારો વિદ્યાર્થીઓ આ રીતે હેરાન થતાં જ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ પણ વાંચો: ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ લીધી સ્વૈચ્છિક નિવૃતિ, ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જનારા પ્રથમ મહિલા જજ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે સત્યાગ્રહ છાવણી સોસાયટીના અરજદારોની અરજીને ફગાવી, 04 અરજદારોને 25 હજાર દંડ ફટકાર્યો