Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar)નાં ધ્રાંગધ્રા (Dhangadhra)નાં બસ સ્ટેન્ડ પર નાના બાળકનો સફાઈ (Cleanliness) કરતો વીડિયો (Video) સોશિયલ મિડિયામાં વાયરલ થતા તંત્ર સામે સવાલો ઉઠ્યાં છે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં બસ સ્ટેન્ડમાં નાના બાળકો પાસે બસ સ્ટેન્ડની સફાઈ (Child Labor) કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. ‘ભણશે ગુજરાત’માં બાળકો દેશનું ભવિષ્ય હોવાની સૂફીયાણી વાતો વચ્ચે ધ્રાંગધ્રા શહેરમાં બસ સ્ટેન્ડમાં નાના બાળક પાસે સફાઈ કરાવતા કાયદો માત્ર કાગળ ઉપર જ હોય તેવું જોવા મળ્યું છે. આ વીડિયો વાયરલ (Video Viral) થતાં વાહન વ્યવહાર નિગમ સામે સવાલો ઊભા થયા છે.
સરકાર એક તરફ બાળકોને અભ્યાસ તેમજ ઉચ્ચ શિક્ષણની વાતો અને જાહેરાતો કરે છે તેમજ બાળક મજૂરી અંગેના કડક નિયમો અમલમાં મુક્યા છે છતા વાયરલ વીડિયોમાં ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં એક બાળક અભ્યાસ અને હરવા-ફરવાની ઉંમરમાં સફાઈ કરતો નજરે પડતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે બસ સ્ટેન્ડમાં સફાઈ કરતા બાળકને રમવાની ઉંમરમાં કોણ સફાઈ કરાવી રહ્યું છે સહિતના અનેક સવાલો અંગે ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે આ અંગે ધ્રાંગધ્રા ડેપોનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો જ્યારે જીલ્લાના મુખ્ય એસટી ડેપોના મેનેજરનો ટેલિફોનીક સંપર્ક કરતા આ પ્રકારનો વીડિયો તેમના ધ્યાને આવ્યો નથી તેમ જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કર્યા હતા.
વાયરલ વીડિયો ક્યારનો છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નથી. તેમજ બસ સ્ટેન્ડ (Bus Stand)માં ઉભા રહેલા મુસાફરો બિન્દાસ આ બાળકને સફાઈ કરતા મૂકપ્રેક્ષક બની જોતા જણાઈ આવ્યા હતા.
ઘણાં સમય પહેલા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં 20 કરતા વધુ અવેદ્ય ઈંટોના ચીમની ભઠ્ઠાઓમાં નાના બાળકો ભણવાની જગ્યાએ કાળી મજૂરી કરતા જોવા મળ્યાં હતા. ત્યારે કાલોલ તાલુકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું જોવા મળ્યું હતું. ચીમની ભઠ્ઠાઓના માલિકો દ્વારા માટી કાઢવાની પરમિશન લઈને અલગ અલગ જગ્યાઓ પરથી ગેરકાયદે માટી કાઢીને રોયલ્ટી ચોરી કરીને સરકાર સાથે પણ છેતરપીંડી આચરી રહ્યા હોય તેવું દેખાય રહ્યું હતું અને ચીમનીમાં કાચી ઈંટોને પકવવા માટે કોલસીની જગ્યાએ કેમિકલ અને રબર વેસ્ટનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા.
તેમ છતાં ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રશાસન તેમજ ખાણ ખનીજ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ઊંઘી રહ્યું હોય તેમ જોવા મળ્યું હતું. ત્યારે આ ચીમની ભઠ્ઠામાં ગેરકાયદે રીતે બનાવવામાં આવતી ઈંટોનું સામ્રાજ્ય ચલાવતા ભઠ્ઠાઓના માલિકો સામે સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું ગામનાં લોકોએ પ્રશ્નો કર્યા હતા.
@અશોક રામી
આ પણ વાંચો:નવસારીમાં નાના બાળકને સ્ટેરીંગ પકડાવવું પડ્યું ભારે, જો જો ફરી આવું કરતા…
આ પણ વાંચો:જાહેરમાં બિયર પીને જન્મદિવસની ઉજવણી, નાના બાળકો પણ પાર્ટીમાં હતા હાજર
આ પણ વાંચો:ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શું આમ ભણશે ગુજરાત…?