ગુજરાત/ અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી સામે આવી છે. AMCની કામગીરીમાં બેદરકારીના લીધે ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી સામે આવી છે. AMCની કામગીરીમાં બેદરકારીના લીધે ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો. શહેરમાં ડ્રેનજની કામગીરી દરમ્યાન કોઇ બેરિકેડ ના કરાયા. બેરિકેડના હોવાથી બાઈક ચાલાક ખાડામાં પડ્યો. શહેરમાં અનેક વખત માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું સામે આવતું હોય છે. પરંતુ AMCની કામગીરીમાં બેદરકારીના કારણે પણ કેટલીક વખત મોટી દુર્ઘટના બનવા પામે છે.

શહેરમાં રાજપથ રંગોળી સર્કલ પાસે અકસ્માત બનવા પામ્યો. આ ઘટનામાં ઝોમાટો ડિલીવરી બોય પોતાનું કામ કરવા ડિલીવરી કરવા નીકળ્યો હતો. પરંતુ રાજપથ પાસેના રસ્તામાં જ તે  બાઇક સાથે ખાડામાં પડવાની ઘટનાનો શિકાર બન્યો. પરંતુ સદનસીબે ઝોમોટો ડિલીવરી બોયનો જીવ બચ્યો અને તેને સામાન્ય ઇજા થઈ. અંહી વાત એ છે કે રાજ્યમાં અત્યારે રાજકોટ અગ્નિકાંડનો મામલો શમ્યો નથી. ત્યારે હજુ પણ વહીવટીતંત્ર દ્વારા કરાતી કામગીરીમાં આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. AMCની બેદરકારીના લીધે રસ્તા પર રખડતા ઢોરના કારણે પણ લોકોના જીવ ગયા છે. અને હવે AMC દ્વારા હાથ ધરાતી ડ્રેનેજ જેવી કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવે છે અને બેરિકેડ લગાવવામાં આવતા નથી. જેના કારણે વાહનચાલકો માર્ગ પરના ખતરાથી અજાણ રહે છે અને અકસ્માતનો ભોગ બને છે. કયારે વહીવટીતંત્ર પોતાની કામગીરીને લઈને જવાબદાર બનશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આખરે CM કેજરીવાલે કર્યું આત્મસમર્પણ, કોર્ટે તેમને 5 જૂન સુધી મોકલ્યા જેલમાં

આ પણ વાંચો:નાણામંત્રીની આવકવેરા સંબંધિત જાહેરાત સાંભળીને મધ્યમ વર્ગને લાગ્યો આંચકો

આ પણ વાંચો:દેશમાં હીટ સ્ટ્રોકના લીધે કુલ 56નાં મોત નીપજ્યા