Gandhinagar News:ગુજરાતના શિક્ષણ વિભાગમાં વહીવટી ફેરફારોનો દોર યથાવત રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (DEO)નો ચાર્જ ગાંધીનગર DEOને સોંપવામાં આવ્યો છે, જેના કારણે શિક્ષણ વિભાગમાં નવેસરથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે માત્ર એક અઠવાડિયાના ગાળામાં ત્રીજા DEOની બદલી કરવામાં આવી હોય, જેના કારણે વહીવટી વર્તુળોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

અગાઉ અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ અમદાવાદ શહેરના DEO પાસે હતો. થોડા સમય પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય DEOની બદલી કરવામાં આવી હતી, અને હવે ફરીથી ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવા વારંવાર બદલાતા નિર્ણયોને લઈને શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
આ ફેરફારો પાછળ રાજકીય દબાણ અને વહીવટી અસ્થિરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.શિક્ષણ વિભાગના કેટલાક માનીતા અધિકારીઓની ગોઠવણનો દોર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ પણ ગરમાઈ રહી છે. કેટલાક સંચાલકો અને બોર્ડના સભ્યોના દબાણને કારણે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો:શાળાઓમાં વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓની શાળા બદલી દેવાય છે! શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો
આ પણ વાંચો:DEOની સૂચનાથી વિધાર્થીઓ લેશે રાહતનો શ્વાસ,શાળાના સમયમાં થશે ફેરફાર
આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત
