સુરતમાં ફરી એક વખત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રમતા રમતા એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતાં બાળકીનું મોત થયું. લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી. દરમિયાન બાળકીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી. ત્યારે બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ હતી.
ટબમાં ડુબવાથી બાળકીનું મોત
માતા બહાર ગઈ ત્યાં સુધી બાળકી પાણીના ટબમાં પડી રહી હતી. માતા પરત આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈ બુમાબુમ કરી હતી. જેથી પાડોશી અને સબંધીઓ ત્યાં આવી બાળકીને તાત્કાલિક નજીકના દવાખાને લઈ ગયા. જો કે ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું કહેતા 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો:વ્યાજખોરોએ હોસ્પીટલમાં જઈને યુવકને કિડની લિવર વેચીને પણ પૈસા કઢવિશુંની આપી ધમકી
આ પણ વાંચો:‘સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો:SG હાઇવે પરના ફનપાર્કમાં આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે
આ પણ વાંચો:પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?
