અમદાવાદ/ ‘સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન

જૈન સમાજ મોટાપા એ સ્પર્શ મહોત્સવમાં આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું ઇનોગ્રેશન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું

Ahmedabad Gujarat
સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ

અમદાવાદમાં જૈન સમાજના ‘સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ થઈ ગયો છે. રત્ન સુંદર સુરેશ્વરી મહારાજના 400માં પુસ્તક વિમોચનને લઈ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશથી આવતા લોકોમાટે 1500 ફુંટ લાંબો અને 70 ફુંટ ઉંચો પ્રવેશ દ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો હરિ ફરી અને મહારાજની વાણી સાંભળી શકે તે મુજબનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. સ્પર્ષ મહોત્સવમાં બનાવવામાં આવેલ ગિરનાર પર્વત લોકોનું મન મોહી લે છે. સાથે કાર્યક્ર્મ આગામી 26 જાન્યુઆરી સુધી ચાલશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આચાર્ય ભગવત શ્રીમદ વિજય રત્ન સુંદર સૂરીશ્વર મહારાજના 400 માં પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે આ શુભ પ્રસંગે જૈન સમાજ દ્વારા સ્પર્શ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમ 12દિવસ સુધી ચાલશે જેમાં દેશ-વિદેશથી જૈન ભક્તો અહીંયા પધારશે અહીંયા ૩દિવસ સુધી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ 15 મી જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી ચાલવાનું છે જેમાં 1500 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા સ્પર્શ નગરીના પ્રવેશ દ્વાર એ લોકોનું આકર્ષણ જમાવ્યું છે આ સિવાય અહીંયા જૂનાગઢ માં આવેલ ગિરનાર પર્વત બનાવવામાં આવ્યો છે. બાળકો માટે ખાસ બાળ રત્નવાટિકા, યુવાનો માટે ટ્રાન્સફોર્મેશન વેબ સિરીઝ નો કાર્યક્રમ અને 2500 લોકો બેસે એટલે કેપેસિટી વાળું પ્રવચન સભાખંડ આ સિવાય રત્ન સફારી જેની અંદર રત્ન સુંદર સ્વામીના જન્મથી લઈને અત્યાર સુધીની યાત્રા વણવામાં આવી છે.

સ્પર્શ મહોત્સવમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આહિયા નેમિનાર ભાગવાન ની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે આ મૂર્તિ જે પત્થર માંથી બનાવી છે તે પત્થર સાઉથ થી લવવાવમાં આવ્યો છે અને એક જ પત્થર માંથી આ ૫૫ કિલો ની આ અદભુત કોતરણી વાડી મૂર્તિ બનાવવામાં આવી છે જે ૨૪ તીર્થાંકર છે તેમના ૨૩ નંબર નાં તીર્થાંતકર છે નેમીનાર ભાગવાન.જે લોકો ગિરનારની યાત્રાના કરી શકે તે લોકો આ પ્રતિકૃતિ નાં દર્શન કરી ને લાહવો લઇ સકે તે માટે સ્પર્શ સમિતિ દ્વારા આ આખા કાર્યક્રમ નું આયોજન કરાયું છે.

આ પણ વાંચો:SG હાઇવે પરના ફનપાર્કમાં આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે

આ પણ વાંચો:જોશીમઠ બાદ હવે અમદાવાદ સહિત આ દરિયાઇ વિસ્તાર પર ખતરો,ISROના અહેવાલમાં એલર્ટની ચેતવણી

આ પણ વાંચો:ગુજરાતમાં ઉત્તરાયણ પર્વે અનેક દુર્ઘટના, દોરીથી 95થી વધુ લોકો ઇજાગ્રસ્ત,દોરીથી 3 લોકોના મોત