- રાજ્યમાં ઉતરાયણ બાદ અનેક દુર્ઘટનાઓ
- 108 એમ્યુલન્સને મળ્યા કોલ
- રોડ અકસ્માતના 687 કેસ મળ્યા
- ધાબેથી પડવાના 251 કેસ
- અમદાવાદમાં ધાબેથી પડવાના 60 કેસ
- દોરીથી ઇજાગ્રસ્ત -95 થી વધુ ઘટના
- અમદાવાદમાં સૌથી વધુ 37 લોકો ઇજાગ્રસ્ત
Tragedy in Gujarat; ગુજરામાં ઉત્તરાયણ પર્વ પર અનેક દુર્ઘટના સર્જાઇ હતી. રાજ્યમાં દોરીથી ઇજાગ્રસ્ત અને ધાબા પરથી પડી જવાની ઘટનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇમરજનશી સેવાની 108ને અનેક કોલ મળ્યા હતા જે અંતર્ગત લોકોને બચાવવા માટે 108એ સરાહનીય કામગીરી કરી હતી,ઇજાગ્રસ્તનો સત્વરે નજીકની હોસ્પિટલમાં એડમિટ કરીયા હતા. રાજ્યમાં રોડ અકસ્માના કુલ 687 કેસ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મક્રરસંક્રાતિના( Tragedy in Gujarat) પર્વ પર દોરીથી 3 લોકોના મોત નિપજયા છે, રાજકોટ અને મહેસાણામાં બાળકનું દોરીથી મોત નિપજયું છે,જયારે વડોદરામાં એક યુવકનું દોરીથી મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જયારે રોડ અકસ્માતના 687 કેસ સામે આવ્યા છે. ધાબા પરથી પટકાઇ જવાના કિસ્સાઓ પણ ખુબ જોવા મળ્યા છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાંથી ધાબા પરથી પડી જવાના 251 કેસ સામે આવી રહ્યા છે. આ મામલે સૈાથી વધારેે ઇજાગ્રસ્તનમાં અમદાવાદ મોખરે જોવા મળ્યો હતો, શહેરમાં 37 વધારે લોકો ઇજાગ્ર્સ થયા હોવાનું સરકારી કફતરે નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ( Tragedy in Gujarat )ચાઇનીઝ દોરી સામે મુહિમ ચલાવી હતી તે છંતા પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ થયો હતો પરતું સરકારના અસરકારક નિર્ણય લીધા બાદ ચાઇનીઝ દોરીના વપરાશમાં ધરખમ ધટાડો જોવા મળ્યો હતો. હાલ ઉત્તરાયણ પર્વ રાજ્યમાં અનેક અકસ્માત સર્જાયા હતા.
