- રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત
- ઉત્તર ભારતના પવનો ફૂકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ
- રાજ્યના 5 જિલ્લામાં 10 ડીગ્રીથી પણ ઓછુ તાપમાન
- હજુ પણ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
cold in gujarat: ગુજરાતમાં એકદમ જ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે, મકરસક્રાંતિના દિવસથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, આજેપણ ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. કડકતી ઠંડીનો એહેસાસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં પવન ફૂંકાતા ઠંડી વધી છે. રાજયના 5 જિલ્લામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગાની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુપણ હાડ થીજવતી ઠંડી પડશે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે (cold in gujarat) ચેટવણી આપી છે કે રાજ્યમાં શીત લહેર સાથે ઠંડીનું પ્રમાણ વધશે. આગામી પાંચ દિસ સુધી પારો ગગડશે જેની અસર રાજયમાં જોવા મળશે. હવમાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ સુધી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન પારો 3થી 6 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રીની આસપાસ રહેશે.
નોંધનીય છે કે ઉત્તર ભારતમાં (cold in gujarat)ભારે શીત પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના કોટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી સવારે અને રાત્રીના સમયે ગાઢથી પણ વધુ ગાઢ ધુમ્મસ પડી શકે છે. બિહારમાં પાંચ દિવસો સુધી કેટલાક ભાગોમાં આખા દિવસ દરમિયાન કાતીલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. તો 16થી 18 જાન્યુઆરી વચ્ચે ગાઢ ધુમ્મસ રહેશે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં સવારે અને રાત્રીના સમયે ગાઢ ધુમ્મસ પડવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઓડિશા, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થઈ શકે છે.
