Uttar Pradesh/ ગાઝિયાબાદમાં વંદેભારત ઇ-રિક્ષા બનાવવનાર ફેકટરીમાં લાગી ભીષણ આગ

ગાઝિયાબાદના લોનીના ટ્રોનિકા સિટી ઔદ્યોગિક વિસ્તારની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

Top Stories India Breaking News

Uttar Pradesh News: ગાઝિયાબાદના લોનીના ટ્રોનિકા સિટી ઔદ્યોગિક વિસ્તારની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ ઈ-રિક્ષા સ્કૂટર બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. આગ એટલી ભીષણ છે કે આગની જ્વાળાઓ દૂરથી દેખાઈ રહી છે. આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીમાં 50 થી વધુ લોકો કામ કરે છે. જો કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગના કારણે કેટલું નુકસાન થયું છે તેનો હાલ આંકલન કરવામાં આવ્યો નથી.

Massive Fire Broke Out In An E-rickshaw Manufacturing Factory In Techno  City. - Amar Ujala Hindi News Live - Ghaziabad Fire:गाजियाबाद में लगी भीषण  आग, ई-रिक्शा बनाने वाली है फैक्टरी

નોંધનીય છે કે અગાઉ પણ ઉત્તર પ્રદેશના લખનૌના વ્યસ્ત કૈસરબાગ વિસ્તારમાં લતુશ રોડ પર સ્થિત એક કોમર્શિયલ બિલ્ડિંગમાં 26 સપ્ટેમ્બર, ગુરુવારે સવારે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

માહિતી આપતાં ચીફ ફાયર ઓફિસર મંગેશ કુમારે જણાવ્યું કે, સવારે લગભગ 10 વાગ્યે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. તેમાં મોટી સંખ્યામાં દુકાનો અને વેરહાઉસ છે. સદ્નસીબે વહેલી સવારથી આગમાં કોઈ ફસાઈ ગયું ન હતું. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં નકલી નોટોની દાણચોરીનો પર્દાફાશ, SP નેતા સહિત 10ની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાની પત્ની 2.5 કરોડ દાગીના લઈ 15 વર્ષનાના કોન્સ્ટેબલ સાથે ફરાર

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ટ્રેન પલટી મારવાનું કાવતરું, ટ્રેક પર પથ્થરો