World News/ ગુજરાત આવી રહેલા ભારતીય જહાજને ઈરાને હોર્મુઝમાં રોક્યું, IRGC એ ફાયરિંગ કરી કબજો લીધો

દુબઈથી ગુજરાતના મુંદ્રા પોર્ટ આવી રહેલા ભારતીય Shipને ઈરાને હોર્મુઝની ખાડીમાં કબજે કર્યું છે. IRGC દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને સુરક્ષાની સ્થિતિ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
ગુજરાત આવી રહેલું Ship ઈરાનના કબજામાં!

Iran Seizes Indian Ship:  હોર્મુઝની ખાડીમાં ઈરાનની સરહદ નજીક ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બે કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કરી તેમને કબજામાં લીધા છે. સૌથી ચિંતાની વાત એ છે કે, આ પૈકીનું એક જહાજ ભારતીય ધ્વજ ધરાવે છે અને તે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવવા રવાના થયું હતું.

ભારતીય Ship ‘એપામિનોંડાસ’ ઈરાનના કબજામાં!

રોયટર્સ અને દરિયાઈ સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝની ખાડીમાં IRGC ની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ સહિત પનામા અને લાઈબેરિયાના જહાજો પર ફાયરિંગ કર્યું હતું.

રૂટ: ભારતીય જહાજ ‘એપામિનોંડાસ’ (Epaminondas) દુબઈથી ગુજરાતના મુંદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું.

આરોપ: ઈરાની મીડિયા મુજબ, આ જહાજો (Ship) પર પૂર્વ પરવાનગી વગર સરહદમાંથી પસાર થવાનો અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેમને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે.

ગુજરાત આવી રહેલું Ship ઈરાનના કબજામાં!

ગોળીબાર અને RPG થી હુમલો

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં આ હુમલો થયો હતો. IRGC ની ગનબોટ જહાજની એકદમ નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ ગોળીબાર તેમજ રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) થી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લાઇબેરિયાના જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જહાજના કેપ્ટને જણાવ્યું કે, હુમલા પહેલા કોઈ રેડિયો સંપર્ક કરવામાં આવ્યો ન હતો.

ક્રૂ મેમ્બર્સની સુરક્ષા

રાહતની વાત એ છે કે, આ હિંસક અથડામણમાં કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. જહાજોમાં (Ship) આગ લાગવાની કે કોઈ પર્યાવરણીય નુકસાન (તેલ ગળતર) ના પણ અહેવાલ નથી. જોકે, ભારતીય જહાજ (Ship) અને તેના પર સવાર સ્ટાફ અત્યારે ઈરાનના સૈન્યના કબજામાં હોવાથી ભારત સરકાર અને શિપિંગ મંત્રાલયની ચિંતા વધી ગઈ છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે આ પ્રકારની ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી મોટા પ્રશ્નો ઉભા કરે છે. ભારત માટે આ બાબત રાજદ્વારી સ્તરે ઉકેલવી અત્યંત જરૂરી બની ગઈ છે.


આ પણ વાંચો :  ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર, બાંગ્લાદેશમાં ડિઝલની અછતને કારણે નેટવર્ક બ્લેકઆઉટનું જોખમ

આ પણ વાંચો :  હોર્મુઝની ખાડીમાં ઈરાનનો મોટો હુમલો, કન્ટેનર જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું, સીઝફાયર ખતરામાં