Iran US War Update 2026: ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ રદ થયા બાદ ઈરાને હોર્મુઝની ખાડી પાસે એક મોટા કન્ટેનર જહાજ પર હુમલો કરીને પોતાની આક્રમકતા બતાવી છે.
ઓમાન નજીક સમુદ્રમાં હંગામો
યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની ગનબોટ્સે જહાજને ચારે બાજુથી ઘેરી લીધું અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
Iranના IRGC કમાન્ડરની ખુલ્લી ધમકી
ઈરાનના IRGC કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસવીએ અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “જો દુશ્મન હદ પાર કરશે, તો IRGC ત્યાં હુમલો કરશે જ્યાં જનતા ઈચ્છશે.” ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને એક ‘ચાલ’ ગણાવીને ફગાવી દીધો છે. ઈરાનનું (Iran) માનવું છે કે અમેરિકા આ બહાને મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.
હોર્મુઝની ખાડીમાં વધતી ચિંતા
હોર્મુઝની ખાડી વિશ્વના તેલ પુરવઠા માટે જીવનરેખા સમાન છે. અહીં વારંવાર થતા હુમલાઓએ વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ઈરાની (Iran)નેતાઓએ હવે અમેરિકી નાકાબંધી સામે સૈન્ય જવાબ આપવાની માંગ પણ તેજ કરી છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા
આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર, બાંગ્લાદેશમાં ડિઝલની અછતને કારણે નેટવર્ક બ્લેકઆઉટનું જોખમ
આ પણ વાંચો : ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલ મોંઘું થયું, લુફ્થાન્સાએ રદ કરી 20,000 ફ્લાઇટ્સ

