કોરોના કેસમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. પરતું સાથે સાથે ચિતામાં પણ વધારો થયો છે. સ્પેન ની ઇન્સ્ટિટયૂટના સ્ટડીનું તારણ સામે આવતા તંત્રની ચિંતા વધી ગઈ છે. કેમ તંત્રની ઉંઘ ફરી હરામ થઈ છે આવો જાણીએ.
- કોરોના વાયરસ અને હવામાન વચ્ચે સંબંધ
- ભેજવાળી ઋતુમાં કેસમાં થઈ શકે છે વધારો

લંડનમાં કોરોના વાઇરસ ફેલાવવાને લઇને એક નવી સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરાયો છે કે કોરોના વાઇરસ અને હવામાન વચ્ચે સંબંધ છે. ખાસ કરીને ભેજ વાળા વાતાવરણમાં કોરોના વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધારે છે. આ સ્ટડી નેચર કોમ્પ્યૂટેશન સાઇન્સમાં પ્રકાશીત થઇ હતી. સ્પેનના બાર્સેલોના ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ હેલૃથની આગેવાનીમાં હાથ ધરાયેલી આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના અંગે એક મહત્વપૂર્ણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ વાઇરસ કોઇ પણ સમયે લોકોમાં ફેલાઇ શકે છે કે પછી તેને હવામાન અને રૂતુ સાથે સંબંધ છે. આ સ્ટડીમાં દાવો કરાયો છે કે ચીનમાં જ્યારે આ વાઇરસ ફેલાયો ત્યારે ત્યાનું તાપમાન 30થી 50 ડીગ્રી જેટલુ હતું અને ભેજવાળુ વાતાવરણ હતું. માટે જે પણ દેશમાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં કોરોના વાઇરસ ખુબ ઝડપથી ફેલાઇ શકે છે.
એક સ્ટડીમાં સામે આવ્યું છે કે ભેજવાળી ઋતુ આવશે ત્યારે કોરોના વાઇરસ ફેલાઇ શકે છે. ખાસ કરીને ચોમાસામાં વધુ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે પણ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ શકે છે. જેને લઈને હવે તંત્રની ચિંતામા પણ વધારો થયો છે.
ગુજરાત / ફાર્માસીસ્ટ માટે સ્માર્ટકાર્ડ, બોગસ ફાર્માસીસ્ટ સામે ફોજદારી કાર્યવાહી
ક્રુઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનના જામીન પર આજે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે
મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…
