international news/ ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલ મોંઘું થયું, લુફ્થાન્સાએ રદ કરી 20,000 ફ્લાઇટ્સ

અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે જેટ ફ્યુઅલના ભાવ વધતા લુફ્થાન્સા Airlines 20,000 ફ્લાઇટ્સ રદ કરી છે. કંપનીએ ખર્ચ ઘટાડવા માટે લીધેલા આ કડક પગલાં અને છટણી વિશે વાંચો સંપૂર્ણ વિગતો.

international Top Stories World
લુફ્થાન્સા Airlinesની મોટી જાહેરાત!

Lufthansa Flight Cancellation News: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલ (વિમાનના ઇંધણ) ના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. આ આર્થિક બોજને પહોંચી વળવા માટે યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા (Lufthansa) એ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 ટૂંકા અંતરની (Short-haul) ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.

ઈંધણ બચાવવા અને નુકસાન ઘટાડવા કડક પગલાં

એરલાઇનના (Airlines) જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદ ઇંધણના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ 20,000 ફ્લાઇટ્સ રદ કરવાથી કંપનીને અંદાજે 40,000 ટન ઇંધણની બચત થશે. આ કપાત મુખ્યત્વે ફ્રેન્કફર્ટ અને મ્યુનિક જેવા હબથી સંચાલિત બિન-નફાકારક રૂટ પર કરવામાં આવી છે. અગાઉ કંપનીએ તેની પેટા કંપની ‘સિટીલાઇન’ બંધ કરી વધુ ઇંધણ વાપરતા 27 જૂના વિમાનોને સેવામાંથી હટાવવાનો નિર્ણય પણ લીધો હતો.

વહીવટી કર્મચારીઓની છટણી અને ભવિષ્યની યોજના

માત્ર મોંઘું ઇંધણ જ નહીં, પણ પાઇલટ્સની હડતાલ અને વધતા ખર્ચ સામે લડવા લુફ્થાન્સા વર્ષ 2030 સુધીમાં 4,000 વહીવટી (Administrative) નોકરીઓમાં કાપ મૂકવાની યોજના ધરાવે છે. કંપની આધુનિકીકરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ દ્વારા ખર્ચ ઘટાડી નફાકારકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Airlines મુસાફરો પર અસર

મે મહિના માટે અત્યાર સુધીમાં વિશ્વની ટોચની 20 માંથી 19 એરલાઇન્સે (Airlines)ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો છે. લુફ્થાન્સાએ અત્યાર સુધીમાં દરરોજની 120 ફ્લાઇટ્સ રદ કરી છે અને અસરગ્રસ્ત મુસાફરોને જાણ કરી દેવામાં આવી છે. પોલેન્ડ અને નોર્વેના કેટલાક રૂટને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો :   ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર, બાંગ્લાદેશમાં ડિઝલની અછતને કારણે નેટવર્ક બ્લેકઆઉટનું જોખમ

આ પણ વાંચો : બાલેન શાહનો નવો નિયમ, ભારતથી 100 રૂપિયાનો સામાન લાવવા પર પણ લાગશે ટેક્સ