Bangladesh Fuel Crisis 2026: હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા તણાવને કારણે તેલનો પુરવઠો ખોરવાતા બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની છે. 17 કરોડની વસ્તી ધરાવતો આ દેશ અત્યારે ઈંધણના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે, જેની સીધી અસર હવે ટેલિકોમ અને ઈન્ટરનેટ સેવાઓ પર પડી રહી છે.
95% આયાત પર નિર્ભરતા પડી ભારે
બાંગ્લાદેશ તેની તેલ અને ગેસની જરૂરિયાત માટે 95% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે મિડલ ઈસ્ટથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટ બંધ થતાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. સરકારે ડિઝલના ભાવમાં 15% નો વધારો કર્યો હોવા છતાં પેટ્રોલ પંપો પર 12-12 કલાક લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ડેટા સેન્ટર્સ પાસે ડિઝલ નથી: ઈન્ટરનેટ પર જોખમ
બાંગ્લાદેશના મોબાઈલ ટેલિકોમ ઓપરેટર્સના સંગઠન (AMTOB) એ ગંભીર ચેતવણી આપી છે કે:
વીજળી કાપ (Power Cut) દરમિયાન નેટવર્ક ટાવર અને ડેટા સેન્ટર્સ ચલાવવા માટે ડિઝલ જનરેટરનો ઉપયોગ થાય છે.
એક ડેટા સેન્ટર દર કલાકે 500 થી 600 લીટર ડિઝલ વાપરે છે.
અત્યારે બાંગ્લાદેશમાં દરરોજ 5 થી 8 કલાકનો પાવર કટ ચાલી રહ્યો છે, જેના કારણે ડિઝલનો સ્ટોક ખતમ થવા આવ્યો છે.
Bangladesh ના અર્થતંત્ર અને જનજીવન પર માઠી અસર
જો ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક ઠપ થશે તો તેની સાંકળ જેવી અસર આખા દેશ પર પડશે:
બેન્કિંગ સેવા: મોબાઈલ ફાઈનાન્શિયલ સર્વિસ (MFS) અને SMS બેન્કિંગ સંપૂર્ણ બંધ થઈ શકે છે.
ગાર્મેન્ટ સેક્ટર: બાંગ્લાદેશની (Bangladesh) અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા આ સેક્ટરમાં ઉત્પાદન પહેલા જ 30% ઘટી ગયું છે.
સંપર્ક વિહોણો દેશ: કૉલિંગ અને ડેટા સુવિધા બંધ થવાથી 17 કરોડ લોકોનો દુનિયા સાથેનો સંપર્ક તૂટી જશે.
હોર્મુઝમાં જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ નહીં સ્થપાય, ત્યાં સુધી બાંગ્લાદેશ (Bangladesh) માટે આ સંકટ ટળવું અશક્ય જણાય છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા
આ પણ વાંચો : ઓમાનના અખાતમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાની જહાજ ‘ટુસ્કાન’ પર મધરાતે મરીન્સનો કબજો
આ પણ વાંચો : બાલેન શાહનો નવો નિયમ, ભારતથી 100 રૂપિયાનો સામાન લાવવા પર પણ લાગશે ટેક્સ
