Mega El Nino 2026: વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની અસરો હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષ 2026-27 માં એક શક્તિશાળી ‘મેગા અલ નીનો’ ત્રાટકી શકે છે. આ કુદરતી ઘટના અગાઉ 1877-78 માં જોવા મળી હતી, જેણે તે સમયે પૃથ્વીની અંદાજે 4% વસ્તીનો નાશ કર્યો હતો.
શું છે ‘મેગા અલ નીનો’ અને ‘ધ બ્લોબ’?
અલ નીનો (El Nino) એવી ઘટના છે જેમાં પેસિફિક મહાસાગરના પાણીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે. હાલમાં પેસિફિક સાગરમાં અંદાજે 8,046 કિલોમીટર લાંબુ ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે, જેને વૈજ્ઞાનિકો ‘ધ બ્લોબ’ (The Blob) તરીકે ઓળખાવી રહ્યા છે. આ મોજું માઇક્રોનેશિયાથી શરૂ થઈ કેલિફોર્નિયા સુધી ફેલાયેલું છે, જે અલ નીનોને વધુ ઘાતક બનાવશે.
1877 નો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ
વર્ષ 1877-78 નો અલ નીનો (Mega El Nino) ઇતિહાસનો સૌથી વિનાશક સમય ગણાય છે, જેમાં ભયાનક હીટવેવ, દુષ્કાળ અને રોગચાળાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાનશાસ્ત્રી બેન નોલના મતે, વર્તમાન પેટર્ન છેલ્લા 140 વર્ષમાં સૌથી મજબૂત છે. જો આ ‘સુપર અલ નીનો’ સક્રિય થશે, તો 2027 માં વૈશ્વિક તાપમાન તમામ રેકોર્ડ તોડી શકે છે.
ભારત પર તેની અસરો (Impact on India)
ભારત આ મેગા અલ નીનોથી (Mega El Nino) સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં સામેલ છે:
ભયાનક ઉનાળો: વર્ષ 2026 ના ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું જવાની શક્યતા છે. દિલ્હી અને રાજસ્થાનમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે.
ચોમાસા પર ખતરો: અલ નીનોને કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ શકે છે, જેનાથી ખેતી અને કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડશે.
Mega El Nino ની વૈશ્વિક અસરો
ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં ભારે દુષ્કાળ અને એમેઝોનના જંગલોમાં આગ (Wildfires) નું જોખમ વધશે. બીજી તરફ, અમેરિકામાં (Mega El Nino) અતિશય વરસાદ અને પૂર (Floods) જેવી આપત્તિઓ આવી શકે છે. દરિયાઈ જીવો પર પણ આ ગરમીની ગંભીર અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા
આ પણ વાંચો : ઓમાનના અખાતમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાની જહાજ ‘ટુસ્કાન’ પર મધરાતે મરીન્સનો કબજો
આ પણ વાંચો : બાલેન શાહનો નવો નિયમ, ભારતથી 100 રૂપિયાનો સામાન લાવવા પર પણ લાગશે ટેક્સ
