World News/ અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેની T20 સીરીજ માંથી પોતાનું નામ પાછું ખેંચ્યુ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા.

World Trending
Pakistan attacks Afghan cricketers, 3 killed

પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઇસ્લામાબાદ અને કાબુલ 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમત થયાના થોડા સમય પછી, શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો જેમા અફઘાનના 3 ક્રિકેટરોના મોત થયા હતા.
પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના જિલ્લાઓમાં આ હવાઈ હુમલા કર્યા હતા. અહેવાલ મુજબ, આ હવાઈ હુમલામાં દેશના ઉર્ગુન અને બારમલ જિલ્લાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના પરિણામે મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે.

ક્રિકેટ મેચથી પરત ફરી રહેલા ખેલાડીઓ પર હુમલો થયો
અહેવાલ મુજબ આ હુમલો ખેલાડીઓ કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન પર થયો હતો, જેઓ પક્તિકા પ્રાંતની રાજધાની શરના એક ફ્રેડલી ક્રિકેટ મેચ રમીને પરત ફરી રહ્યા હતા. હુમલાના દિવસે, કબીરને તેના ગામમાં એક ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રોફી હાથમાં રાખતો તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં થનારી ટી20 સીરીજ માંથી નામ પાછું ખેંચ્યું
આ હુમલા બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટાઇ T20 સીરાજ માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. ટીમ 17 અને 23 નવેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમવાની હતી. આ પહેલી વાર હતું જ્યારે અફઘાનિસ્તાન પાકિસ્તાન સામે તેની ધરતી પર રમ્યું હોત.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે,” ટ્રમ્પે કહ્યું, “ઇઝરાયલ, હમાસ ટૂંક સમયમાં કેદીઓની આપ-લે કરશે”

આ પણ વાંચો:ગાઝા યુદ્ધવિરામ બાદ બ્રેન્ટ ક્રૂડ અને US ક્રૂડના ભાવમાં 4% સુધીનો ઘટાડો

આ પણ વાંચોPM મોદીએ ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું, “બંધકોની મુક્તિ એ એક મહત્વપૂર્ણ પગલું છે”