New Delhi News/ PM મોદીએ ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું, “બંધકોની મુક્તિ એ એક મહત્વપૂર્ણ પગલું છે”

 શાંતિ પ્રયાસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી. તેણે ગાઝામાં શાંતિ પ્રક્રિયાને મહત્વપૂર્ણ અને બંધકોની મુક્તિને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. 

NATIONAL India Trending

New Delhi News:

PM નરેન્દ્ર મોદીએ ગાઝા પટ્ટામાં ચાલી રહેલા શાંતિ પ્રયાસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. તેણે જણાવ્યું કે ગાઝાની હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને નાજુક તબક્કામાં છે. આ સમયે લેવામાં આવેલા દરેક નિર્ણય વિશ્વ રાજનીતિ પર લાંબા ગાળે અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને, બંધકોની મુક્તિને તેમણે “મહત્વપૂર્ણ પગલું” ગણાવ્યું છે, જે ભવિષ્યમાં શાંતિ સ્થાપના માટેનું પાયો બની શકે છે.

PM મોદીએ પોતાના ટ્વિટર (X) અકાઉન્ટ પર લખ્યું કે, “અમે ગાઝામાં શાંતિ પ્રયત્નોમાં નિર્ણાયક પ્રગતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિ એ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સ્થાયી અને ન્યાયી શાંતિ તરફના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે.”

ભારતનું વિદેશ મંત્રાલય પણ આ મુદ્દે સક્રિય બન્યું છે. ભારતે ગાઝાની પરિસ્થિતિને માનવતાવાદી દ્રષ્ટિકોણથી જોયા બાદ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની હિંસા કે યુદ્ધથી સામાન્ય નાગરિકોને નુકસાન ન થવું જોઈએ. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત રાખવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.

PM મોદીના આ નિવેદનથી એક તરફ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતની શાંતિપ્રિય રેપો વધુ મજબૂત થઈ છે, તો બીજી તરફ અમેરિકી પ્રશાસનના પગલાંઓને વૈશ્વિક સમર્થન મળ્યું છે. નિષ્ણાતોના મતે, આ નિવેદન ભારત-અમેરિકા સંબંધોને વધુ ઊંડાણ આપશે અને ભવિષ્યમાં મધ્યપૂર્વ વિસ્તારમાં શાંતિ સ્થાપનામાં ભારતનો સકારાત્મક રોલ વધારી શકે છે.

ગાઝા મુદ્દે અત્યાર સુધી અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો, જેમ કે યુનાઇટેડ નેશન્સ અને યુરોપિયન યુનિયન, વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે ભારતે ખુલ્લેઆમ અમેરિકી નેતૃત્વનું સમર્થન આપી દુનિયાને સંદેશ આપ્યો છે કે તે માત્ર આર્થિક કે ટેકનોલોજીકલ ક્ષેત્રે જ નહીં પરંતુ શાંતિ સ્થાપનામાં પણ આગળ છે.

ગાઝાની પરિસ્થિતિમાં બંધકોની મુક્તિ માત્ર એક પ્રારંભિક પગલું છે. આગળનો માર્ગ લાંબો છે, કારણ કે ત્યાંના લોકો માટે રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિરતા સાથે સાથે ન્યાયી શાંતિ સુનિશ્ચિત કરવી જરૂરી છે. જો આ દિશામાં તમામ દેશો મળીને પ્રયાસ કરશે, તો જ ગાઝામાં સ્થાયી શાંતિ શક્ય બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ભારે વરસાદની ચેતવણી, IMDએ યલો એલર્ટ જારી કર્યું

આ પણ વાંચો:વરસાદ વચ્ચે વડોદરાના શેરી ગરબા સદાબહાર, પરંપરાગત ભક્તિભાવથી ઉજવાઈ આઠમની રાત…

આ પણ વાંચો:દિલ્હી NCRમાં ભીષણ ગરમીથી ઝઝૂમી રહેલા લોકોને મળી રાહત, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો