નવી દિલ્હીઃ
આઈએએસ અધિકારીઓની હડતાળને લઈને ઉપરાજ્યપાલ કાર્યાલય પર મુખ્યમંત્રી કેજરીવાલ છેલ્લાં 7 દિવસથી ઉપવાસ પર છે. આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નીવાસને ઘેરવા માટે રવિવારે મંડીહાઉસ મેટ્રો સ્ટેશનથી માર્ચ શરૂ કરી. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીને તાનાશાહ છે. 11 જૂનથી ઉપરાજ્યપાલના કાર્યાલયમાં ઉપવાસ પર બેઠેલા કેજરીવાલના સમર્થનમાં આ ચાર રાજ્યોના મુખ્યમંત્રીએ શનિવારે રાત્રે પત્રકાર પરિષદ સંબોધી હતી.
हम आ गये हैं आज सडक पर, लोकतंत्र की तलाश में ।
जब बैठी तानाशाही है, प्रधानमंत्री निवास में ।।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 17, 2018
આઈએએસ એસોસિએશનના પ્રવક્તા મનીષા સકસેનાએ કહ્યું કે દિલ્હીમાં અધિકારીઓની કોઈજ હડતાળ નથી. અમે પૂરી નિષ્ઠા સાથે કામ કરી રહ્યાં છીએ. નોકરી જોઈન કરતાં સમયે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી વાત રાખવા માટે અમારે આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરવી પડશે. આઈએએસ અધિકારીઓને રાજકારણથી કોઈ લેવાદેવા નથી.
I would like to inform that we are not on strike. The information that IAS officers in Delhi are on strike is completely false & baseless. We are attending meetings, all depts are doing their works. We are sometimes also working on holidays: Manisha Saxena, IAS Association #Delhi pic.twitter.com/4AE90onyYi
— ANI (@ANI) June 17, 2018
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી આવાસ પર ચીફ સેક્રેટરી સાથે કથિત મારપીટને લઈને આઈએએસ અધિકારીઓ કેબિનેટ મીટિંગમાં શામેલ નથી થતા. તેઓ હડતાળ પર છે અને સહયોગ પણ નથી આપી રહ્યાં. આપના ઉપવાસના વિરોધમાં દિલ્હીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રા સહિત ભાજપના નેતા મુખ્યમંત્રી કાર્યાલયમાં 5 દિવસથી હડતાળ પર છે.
I assure LG, PMO & Delhi police that there won't be any violence. People just want to tell PM that the LG appointed by him, is doing injustice to Delhi. He'll also be requested to tell IAS officers, who're on strike since last 4 months, to come back to work: Saurabh Bhardwaj, AAP pic.twitter.com/aZFmrpfNr8
— ANI (@ANI) June 17, 2018
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હીની સરકારને કામ નથી કરવા દેવામાં આવતું. વડાપ્રધાન અને ઉપ-રાજ્યપાલને કોઈ ફર્ક નથી પડી રહ્યો. કોંગ્રેસ ભાજપ બંને સાથે આવી ગયા છે. અમે ઉપ-રાજ્યપાલ, દિલ્હી પોલીસ અને પીએમઓને વિશ્વાસ અપાવીએ છીએ કે પ્રદર્શન દરમિયાન કોઈ જ હિંસા નહીં થાય.
AAP has not applied for permission for a protest march. At the time of protest, the exit gates of 4 metro stations namely Udyog Bhawan, Lok Kalyan Marg, Patel Chowk & Central Secretariat will be closed: Madhur Verma, DCP New Delhi on AAP protest near PM residence. pic.twitter.com/B71o15PCt0
— ANI (@ANI) June 17, 2018
તો ડીસીપી મધુર વર્માએ કહ્યું કે આમ આદમી પાર્ટી તરફથી કુચ માટે કોઈ મંજૂરી નથી લેવામાં આવી. આ દરમિયાન ચાર મેટ્રો સ્ટેશનની બહાર નીકળવાના રસ્તાઓ બંધ રહેશે. જેમાં ઉદ્યોગ ભવન, લોક કલ્યાણ માર્ગ, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશન સામેલ છે.
Joining the protest rally to the Prime Minister’s residence today to
express serious condemnation over the manner in which federalism, a
fundamental feature of our Constitution, is being undermined by this BJP Central government. (1/n)— Sitaram Yechury (@SitaramYechury) June 17, 2018
ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે અમે ઉપરાજ્યપાલને પત્ર લખી સમય માગ્યો હતો પણ કોઇ જવાબ ન મળ્યો. ચારે મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માંગતા હતા. કુમારસ્વામીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હીની સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી જોઈએ. પિનરઇ વિજયનએ કહ્યું કે અમે અહી મુખ્યમંત્રી કેજરીવાલને મળવા આવ્યા છીએ. કેન્દ્ર સરકાર રાજ્યોના અધિકારો પર રોક લગાવી રહી છે. રાજ્ય સરકાર પર પ્રતિબંધ, માત્ર દિલ્હી જ નહીં દેશ માટે ખતરા રૂપ છે. મમતા બેનર્જીએ કહ્યું કે આજે બંધારણિય સંકટ ઊભું થયું છે. દિલ્હીની જનતા પરેશાન છે. ચૂંટણી માટે જનતા પર છોડી દઈએ કે તેઓ કઈ પાર્ટીને પસંદ કરે છે. એક મુખ્યમંત્રી 6 દિવસથી ધરણાં પર બેઠા છે, તો સમજી શકાય છે કે દેશનું ભવિષ્ય શું હશે.
કેજરીવાલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ઉપરાજ્યપાલ પીએમઓના નિર્દેશ પર કામ કરે છે. આજ કારણ છે કે ચાર મુખ્યમંત્રીઓને મને મળવા ન દેવાયાં. કેન્દ્ર સરકાર તેમનું અપમાન કરે છે. તો મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં અઘોષિત રાષ્ટ્રપતિ શાસન લગાવવા જેવું છે.
Visuals from Mandi House: Members & supporters of Aam Aadmi Party are staging a protest march to the Prime Minister's residence in support of #Delhi CM Arvind Kejriwal's demand that Delhi Lieutenant-Governor Anil Baijal put an end to the strike by state government officers. pic.twitter.com/wcs7vjNZVp
— ANI (@ANI) June 17, 2018
તાજેતરમાં મળતી ખબરો મુજબ કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે કે દિલ્હીના લોકોને કેજરીવાલના અહંકારના કારણે ભોગવવું પડે છે. દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પાર્લામેન્ટ સ્ટ્રીટ પર રોકવામાં આવ્યા છે.
