Bhopal News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં શાળામાંં શિક્ષકો (teacher)ની ભરતી કરવાની માગ સાથે ઉમેદવારોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. નીલમ પાર્કમાં વર્ગ-2 અને વર્ગ-3ની શિક્ષકની ખાલી જગ્યાઓમાં ભરતી કરવાની માગ સાથે 21 ઓગસ્ટથી અનિશ્ચિતકાળ સુધી ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉમેદવારો ભોપાલ પહોંચી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
આંદોલનકારીઓનો દાવો છે કે સરકારી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકોના પદ ખાલી હોવા છતાં ભરતીમાં જરૂરિયાત કરતાં ઓછી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
Teacher ની ખાલી જગ્યાઓ સામે ઓછી ભરતીનો ઉમેદવારોનો આરોપ
ધરણા પર બેઠેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં લાયક ઉમેદવારો હોવા છતાં ભરતી (Recruitment)માં પદોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. તેઓ વર્ગ-2માં દરેક વિષય માટે 3,000 જગ્યા અને વર્ગ-3માં કુલ 25,000 જગ્યા વધારવાની સાથે વધારેલી જગ્યા માટે બીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે લાંબા સમયથી ભરતીની તૈયારી કરતા યુવાનોને પૂરતી તકો મળવી જોઈએ અને ખાલી જગ્યાઓના પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
નીલમ પાર્કમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો
આંદોલનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થતાં સ્થાનિક (MadhyaPradesh) પ્રશાસન અને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. નીલમ પાર્ક ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી મહિલા અને પુરુષ ઉમેદવારો આંદોલનમાં જોડાયા છે. કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકો સાથે પણ ધરણા સ્થળે પહોંચી છે અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વિરોધ ચાલુ રાખ્યો છે.
નવેમ્બર 2025થી તબક્કાવાર ચાલી રહ્યો છે વિરોધ
શિક્ષક ભરતીમાં ખાલી જગ્યા વધારવાની માંગને લઈને ઉમેદવારો છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ તબક્કામાં આંદોલન (Protest) કરી રહ્યા છે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2025થી લઈને જુલાઈ 2026 સુધી ભોપાલમાં અનેક વખત ધરણા, દેખાવો અને અન્ય વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ અગાઉ ભૂખ હડતાળ, મુંડન અને સરકારનું ધ્યાન દોરવા માટે વિવિધ પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમો પણ કર્યા હોવાનું જણાવ્યું છે.
નીલમ પાર્ક (Neelam Park)માં ચાલી રહેલા ધરણામાં અનેક મહિલા ઉમેદવારો પોતાના નાના બાળકો સાથે જોડાઈ છે. મર્યાદિત સુવિધાઓ, મચ્છરો અને રાત્રિ રોકાણની મુશ્કેલીઓ છતાં ઉમેદવારો પોતાની માગ પર અડગ હોવાનું કહી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે વર્ષોની મહેનત અને તૈયારી બાદ પણ ભરતીમાં પૂરતા પદ ન હોવાથી ઘણા લાયક ઉમેદવારો પસંદગીથી વંચિત રહી શકે છે.
નરેન્દ્ર રાજપૂતનો અન્ન-જળ ત્યાગ સાથે અનશન
આંદોલન દરમિયાન ઉમેદવાર નરેન્દ્ર રાજપૂત અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન પર બેઠા હોવાનું સામે આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, તેમની તબિયત પર નજર રાખવા માટે તબીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરીને અનશન સમાપ્ત કરવાની અપીલ પણ કરી હતી, પરંતુ માગ સ્વીકારાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.
ઉમેદવારોનો આરોપ છે કે તેમની માગ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ અને સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ખાલી જગ્યામાં વધારા અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
આ પણ વાંચો:શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે CBI તપાસ પર લગાવી રોક
આ પણ વાંચો:હાઈકોર્ટે બિહાર શિક્ષક ભરતી TRE 3 પર મૂક્યો પ્રતિબંધ
આ પણ વાંચો:શિક્ષક ભરતી કૌભાંડ મામલે બંગાળ સરકારને SC ની ફટકાર, કહ્યું, આ છે આયોજિત….
