National News/ ઉધમપુરમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી, 15 લોકોના મોતથી અરેરાટી

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં રામનગર પાસે એક મુસાફર બસ (Accident) ખાઈમાં ખાબકતા 15 લોકોના મોત થયા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી રાહત કાર્ય તેજ કરવા સૂચના આપી છે.

NATIONAL Top Stories India
Accident

Jammu Udhampur Bus Accident:જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે. રામનગર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ અચાનક પહાડી રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાની વિગત: જોખમી વળાંક પર સર્જાયો Accident

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 10:00 વાગ્યે રામનગરના કનોટ ગામ પાસે સર્જાયો હતો. બસ એક અંતરિયાળ ગામથી ઉધમપુર શહેર તરફ જઈ રહી હતી ત્યારે પહાડી રસ્તા પરના એક જોખમી વળાંક પર ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ સીધી ખાઈમાં જઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા.

રાહત અને બચાવ કામગીરી

અકસ્માતની (Accident) જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ સતત ઉધમપુરના ડીસી મિંગા શેરપાના સંપર્કમાં છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

પહાડી વિસ્તારોમાં વધતા અકસ્માતો

જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ, પૂંચ અને ઉધમપુર જેવા પહાડી જિલ્લાઓમાં સાંકડા અને વળાંકવાળા રસ્તાઓને કારણે અવારનવાર આવા અકસ્માતો (Accident) સર્જાય છે. અગાઉ જાન્યુઆરીમાં પણ ડોડા જિલ્લામાં આવી જ એક દુર્ઘટનામાં 10 સૈનિકોના મોત થયા હતા. આજની આ ઘટનાએ ફરી એકવાર પહાડી રસ્તાઓ પર મુસાફરીની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.


આ પણ વાંચો: તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટથી 19 લોકો જીવતા ભૂંજાયા, 6 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:  જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મોટો અકસ્માત, ત્રણ લોકોના મોત, 4 ઘાયલ

આ પણ વાંચો:  જમ્મુ-કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માતમાં 36નાં મોત