Rajkot news : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂર્વ સેટેન્ડિંગ કમિચટી ચેરમેન પુષ્કર પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હું 15 વર્ષથી કોર્પોરેશનમાં કામ કરૂ છું. પરંતુ આ મામલે તેમણે કોઈ અધિકારીને છાવર્યા નથી. TRP ગેમ ઝોન સંદર્ભે મારી પાસે કોઈ ફરિયાદ આવી ન હતી. સમગ્ર મામલે ACBની તપાસ પણ ચાલી રહી છે.
સરકાર દ્વારા આ મામલાની કડક તપાસ ચાલી રહી છે. જેમાં સાત અધિકારીઓને સસપેન્ડ પણ કરવામાં આવ્યા છે. તે સિવાય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી પણ કરી નાંખવામાં આવી છે.
સમગ્ર કેસ સુભાસ ત્રિવેદીને સોંપવામાં આવ્યો છે. આ મામલામાં મારી કોઈ ભુમિકા હશે તો મને પણ સજા થવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
તે સિવાય TPO સાગઠિયાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની કોઈપણ કોર્પોરેટરે મને ફરિયાદ જ કરી નથી. ગેમ ઝોન અમગિનકાંડમાં નિર્દોષ લોકોએ પોતા જીવ ગુમાવ્યા છે. જેમાં જે પણ સંડોવાયેલા હોય તેમને દાખલારૂપ સજા થવી જોઈએ, એમ પુષ્કર પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય
આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી
આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા
