સુઇગામ,
રાજયમાં પાણીની અછતના કારણે ઠેરઠેર પાણીની બૂમ ઉઠી છે. એકબાજુ ઓછા વરસાદને કારણે ખેડૂતોની ચોમાસું સિઞન બગડી છે તેમજ રવિ પાકનું વાવેતર કરાયા પછી પણ કેનાલોમાં પાણી નહિ આવતાં ખોડૂતો વધુને વધુ દેવાના ડુંગર તળે દબાતા જાય છે.
મોંઘા ભાવે બિયારણો,ખાતરો,દવાઓ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદી પાકના પ્રમાણમાં પાાણી નહિ મળી રહેતાં પાક નિષ્ફળ જાય છે. તેવામાં તંત્રની બેદરકારીના કારણે કેનાલોમાં અવારનવાર ગાબડાં પડતાં દાઞયા પર ડામ દેવા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
સુઇગામ તાલુકામાં વધુ એક કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા છે. ધરેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ તૂટતાં ખેતર બેટમાં ફેરવાતાં ખેતરમાં વાવેલ જીરાના પાકનો સફાયો થઇ ગયો છે.ખેડૂતની સિઝન ફેઈલ થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
