Not Set/ રાહુલ ગાંધીએ મોદી વિરુધ ઉગામ્યું તીર, કહ્યું, “દેશમાં PMને બદલવા હોય તો…

નવી દિલ્હી, સરકારની ખેડૂત વિરોધી નીતિઓ તેમજ લોન માફી સહિતની અનેક માંગોને લઈ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતોએ રામલીલા મેદાનમાં વર્તમાન કેન્દ્ર સરકાર સામે શસ્ત્ર ઉગામ્યું છે. Delhi: Farmers from all across the nation hold protest for the second day over their demands of debt relief, better MSP for crops, among […]

Top Stories India Trending

નવી દિલ્હી,

સરકારની ખેડૂત વિરોધી નીતિઓ તેમજ લોન માફી સહિતની અનેક માંગોને લઈ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતોએ રામલીલા મેદાનમાં વર્તમાન કેન્દ્ર સરકાર સામે શસ્ત્ર ઉગામ્યું છે.

આ દરમિયાન ખેડૂતોના મોર્ચાને સંબોધતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી સરકાર પર હુમલો બોલ્યો છે.

જંતરમંતર પરથી તેઓએ કહ્યું, “કાયદો બદલવો પડે, પીએમ બદલવા પડે, સીએમ બદલવા પડે કે નવો કાયદો બનાવવો પડે, પરંતુ ખેડૂતો માટે બદલી કાઢો. અમે ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ”.

તેઓએ વધુમાં કહ્યું, “દેશના ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોનું દેવું પણ માફ થવું જોઈએ. અમે દેશના ખેડૂતોને આશ્વત કરવા માંગીએ છીએ કે, અમે તમારી સાથે છીએ. તમારી શક્તિ એ જ દેશને બનાવ્યો છે”.

પીએમ મોદીના દાવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું, “મોદીજીએ વચન આપ્યું હતું કે MSP (મેક્સિમમ સેલિંગ પ્રાઈસ) વધારવામાં આવશે, પરંતુ હાલમાં શું પરિસ્થિતિ છે”.

આ વચ્ચે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પણ આ આંદોલનમાં શામેલ થયા છે. આ આંદોલનમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા છે.