દલિત પરિવારોને સશક્તિકરણ આપવા અને તેમને આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર બનાવવા માટે તેલંગાણાના મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવા જઇ રહ્યા છે. રવિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દલિત પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શરૂઆતમાં આ યોજના હેઠળ રાજ્યની 119 વિધાનસભા બેઠકો પરની દરેક વિધાનસભા બેઠક પરથી 100 દલિત પરિવારોની પસંદગી કરવામાં આવશે અને 10 લાખ રૂપિયાની રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે, પ્રથમ તબક્કામાં રાજ્યના કુલ 11900 દલિત પરિવારોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 1200 કરોડનું બજેટ બહાર પાડવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો :રાહુલનો સરકાર પર કટાક્ષ- દેશને તેમની પાસેથી સત્યની હતી આશા, જે નથી જાણતા સત્યુ શું છે!
રવિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે મુખ્ય પ્રધાન દલિત સશક્તિકરણ કાર્યક્રમ માટે સર્વપક્ષીય બેઠક યોજી હતી અને તે બેઠકમાં તમામ રાજકીય પક્ષોના સાંસદો, ધારાસભ્યોએ ભાગ લીધો હતો, મુખ્યમંત્રીએ મુખ્ય પ્રધાન દલિત સશક્તિકરણ કાર્યક્રમ વિશે તે જ બેઠકમાં માહિતી આપી હતી . મુખ્યમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે રાજ્યમાં લગભગ 7.8 લાખ દલિત ખેડુતો છે જેમની પાસે 13.58 લાખ એકર જમીન છે અને ભવિષ્યમાં તેમના હિતમાં કામ કરવાની જરૂર છે.
આ પણ વાંચો :કેન્દ્ર સરકાર તરફથી કોરોના કાળમાં રાહત આપતા પેકેજની જાહેરાત, ક્રેડીટ ગેરેન્ટી લોન યોજનાની જાહેરાત
આ પણ વાંચો :ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ
તેલંગાણામાં ખેડૂતો માટે રાયથુ બંધુ યોજના પણ છે, જે અંતર્ગત રાજ્યના દર વર્ષે ખેડુતોને એકર દીઠ 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, આ યોજના રાજ્ય સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી, 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના પૈસા પણ સીધા જ ખેડૂતોના ખાતામાં જાય છે અને રાજ્યના આશરે 60 લાખ ખેડુતોને આ યોજનાનો લાભ મળે છે. રાજ્યમાં નાના અને મધ્યમ કક્ષાના ખેડુતો આ યોજનાનો લાભ લે છે.
આ પણ વાંચો :અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ
