visited/ બીએસએફના વડાએ સર ક્રીક અને હરામીનાલા બોર્ડરની આઉટ પોસ્ટની મુલાકાત લીધી

ડૉ. સુજોય લાલ થૌસન, IPS, ડાયરેક્ટર જનરલ BSFએ 04 એપ્રિલ 2023ના રોજ ફોરવર્ડ સર ક્રીક અને હરામીનાલા વિસ્તારમાં વિવિધ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લીધી

Top Stories India

BSF Chief : ડૉ. સુજોય લાલ થૌસન, IPS, ડાયરેક્ટર જનરલ BSFએ 04 એપ્રિલ 2023ના રોજ ફોરવર્ડ સર ક્રીક અને હરામીનાલા વિસ્તારમાં વિવિધ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લીધી.

સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અને ચાલી રહેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. ડાયરેક્ટર જનરલ BSF ભુજ ગુજરાતના ભુજ સેક્ટરની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદની ત્રણ દિવસની મુલાકાતે છે.

ડાયરેક્ટર જનરલ બીએસએફએ સરહદ પર તૈનાત બોર્ડર ગાર્ડ્સ સાથે વાતચીત કરતી વખતે ભાર મૂક્યો હતો કે આપણા દેશની સરહદોની ચોવીસ કલાક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે BSF બોર્ડર ગાર્ડ્સ તરફથી સતત તકેદારી અને સજ્જતા જરૂરી છે. તેમણે કઠોર અને પડકારજનક ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓ છતાં ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે ફરજ પ્રત્યેના સમર્પણ અને અટલ સંકલ્પ માટે બોર્ડર ગાર્ડ્સની પ્રશંસા કરી હતી. ડીજી બીએસએફની સાથે  પી વી રામા શાસ્ત્રી આઈપીએસ, એસડીજી બીએસએફ (વેસ્ટર્ન કમાન્ડ), રવિ ગાંધી, આઈજી બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર અને બીએસએફના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા.