Gujarat Monsoon/ ગુજરાતમાં 22 કલાકમાં 186 તાલુકામાં મેઘમહેર, અમરેલી-નવસારી-ગીર સોમનાથમાં જળબંબાકાર

ગુજરાત (Gujarat) માં છેલ્લા 22 કલાકમાં 186 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો. અમરેલીના ખાંભામાં 8 ઈંચ, નવસારી, ગીર સોમનાથ, સુરત સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. વાંચો સંપૂર્ણ વરસાદ અપડેટ.

Top Stories Gujarat
gujarat

Gujarat Monsoon Update: ગુજરાતમાં છેલ્લા 22 કલાક દરમિયાન રાજ્યના 186 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે.

સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં 8 ઈંચ નોંધાયો છે. જ્યારે રાજુલામાં 7 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગણદેવીમાં 6.5 ઈંચ, ચીખલીમાં 6 ઈંચ તેમજ જલાલપોર અને નવસારી શહેરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડામાં 3.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના પલસાણા અને ઓલપાડ તાલુકામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય 175 તાલુકાઓમાં પણ વરસાદ યથાવત રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.


આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં વરસાદી સ્થિતિમાં મોટો ફેરફાર, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક વરસાદની ભારે અછત

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં વાદળફાટ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, અને અચાનક પૂરથી ભારે નુકસાન

આ પણ વાંચો: દેશભરમાં ચોમાસું સક્રિય: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી