India Weather News/ દેશભરમાં ચોમાસું સક્રિય: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી

ભારે વરસાદ (Rain) ની વચ્ચે આફત: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, અનેક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ

Top Stories India
RAIN

India Monsoon News: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. એક તરફ વરસાદ (Rain)ના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ ચિંતાજનક બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં આકાશી વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુલતાનપુર અને મુરાદાબાદ જિલ્લામાં ધાનની રોપણી દરમિયાન ચાર લોકો પર વીજળી પડતા તેમનું મોત થયું હતું.

બલિયામાં પણ વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે. બીજી તરફ ઈંટ ભઠ્ઠા પર કામ કરતા એક મજૂરનું પણ વીજળી પડવાથી મોત થયું હોવાનું જણાવાયું છે. વારાણસીમાં પણ આવી જ એક ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

અલીગઢમાં ભારે વરસાદ વચ્ચે મકાનનો છજ્જો ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઉપરાંત સીડીનો ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થયો છે, જેના કારણે લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં પણ ચોમાસું સક્રિય બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : દેશભરમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMDની મોટી આગાહી

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી: નવસારી-વલસાડમાં વરસાદ

આ પણ વાંચો : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, જાણો ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ? IMDએ આપી માહિતી