gujarat rain/ ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવે ચોમાસું બેસી ગયુ છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વરસાદની નવી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

હવે ચોમાસું બેસી ગયુ છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વરસાદની નવી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી સિઝનનો 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટના ઉપલેટામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છુટોછવાયા વરસાદ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 4 દિવસ ગુજરાતના લોકોને  ગરમી અને બફારો સહન કરવો પડશે. અને ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થશે.

માહિતી અનુસાર  ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટ્યું છે. માહિતી અનુસાર બંગાળની ખાડી પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે,જેના કારણે વરસાદ વરસી રહ્યો નથી.

હાલ અંબાલાલ પટેલે ગુજરાતના  કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ આજે  વરસાદ થવાની  શકયતા છે. આ સિવાય ગુજરાતના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી સકે છે. રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફસોર ટ્રફ સર્જાયો છે, જેને કારણે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભુજમાં દારૂડિયા સામે પોલીસ લાચાર

આ પણ વાંચો:મનપાએ રાતોરાત બદલ્યો કોલેરાનો રિપોર્ટ