Kutch/ વેકરિયા રણમાં ધમધમતી ઘોડાની દોડ: 150 ઘોડાની 6 કિમીની રેસ, મહારાષ્ટ્રનો ઘોડો પહેલા નંબરે વિજેતા

રણમાં 6 કિલોમીટરની રેસમાં 150 ઘોડાઓએ અંદાજે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડ લગાવી…

Top Stories Gujarat Others

Kutch News : કચ્છના વિશાળ વેકરિયા રણમાં એક ભવ્ય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશના વિવિધ ભાગોમાંથી 150 ઘોડાઓએ ભાગ લીધો હતો. આ 6 કિલોમીટરની રેસમાં ઘોડાઓએ અંદાજે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડ લગાવી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મહારાષ્ટ્રના હાજી શોએબના ઘોડાએ મેળવ્યો હતો. વિજેતાને હીરો કંપનીની નવી મોટરસાઈકલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 25,000 અને ત્રીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 15,000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કચ્છી-સિંધી ઘોડાઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ દેશમાં માન્યતા પ્રાપ્ત 7 નસલના ઘોડાઓમાં કચ્છી-સિંધી ઘોડાનું પણ વિશેષ સ્થાન છે.

આ અશ્વ દોડ સ્પર્ધા રણોત્સવની મજામાં વધુ એક રંગ ઉમેરી રહી હતી. હજારો પ્રવાસીઓએ આ ભવ્ય દ્રશ્યને નિહાળ્યો હતો. ઘોડાઓની દોડ દરમિયાન જમીનમાં ભૂકંપ જેવો અનુભવ થતો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી ઘોડેસવારો પોતાના ઘોડાઓ સાથે ઉમટ્યા હતા. આ સ્પર્ધા માટે 25 દિવસની ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સમાજના લોકોએ સાથે મળીને સહયોગ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી

આ પણ વાંચો: કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ

આ પણ વાંચો: કચ્છ રણોત્સવ આગામી 1 નવેમ્બરથી યોજાશે, 1 નવે.થી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે રણોત્સવ, પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણો ઉભા કરાશે