Kutch News/ કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ

ગુજરાત ટુરિઝમના અધિકારીઓની વિશેષ મહેરબાનીએ પ્રાવેગને ટેન્ડર મળતા હતા. કચ્છ રણોત્સવ થવા પાછળ કરોડોનો ખર્ચ થાય છે ત્યારે ગુજરાત ટુરિઝમ

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 09 05T143957.387 કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ

Ahmedabad News: કચ્છ રણોત્સવને (Kutch Ranotsav) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રણ ઉત્સવનું ટેન્ડર (Tender) પ્રાવેગ નામની કંપનીને આપવામાં આવ્યું હતું જેમાં ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ટેન્ડર રદ કર્યું છે.

Image 2024 09 05T144137.620 કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ

ગુજરાત ટુરિઝમના અધિકારીઓની વિશેષ મહેરબાનીએ પ્રાવેગને ટેન્ડર મળતા હતા. કચ્છ રણોત્સવ થવા પાછળ કરોડોનો ખર્ચ થાય છે ત્યારે ગુજરાત ટુરિઝમ કોર્પેરેશન લિમિટેડના અધિકારીઓ નિયમોથી વિપરિત જઈ પ્રાવેગને ટેન્ડર આપવા નિયમનોની જરાય ચિંતા કરી નહોતી. બાદમાં રણોત્સવે લઈ અધિકારીઓ અને ખાનગી કંપની વચ્ચે ઘણા લાભ લેવાનો અને ગેરરીતિ થયાના આક્ષેપો થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટ તપાસ અને સુનાવણી બાદ પ્રાવેગ કંપનીનું ટેન્ડર રદ કર્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં આજે વાવાઝોડાની સંભાવના વધુ, કલેક્ટરે સાવચેત રહેવા જણાવ્યું

આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું, સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો

આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી