વિધાનસભા ચૂંટણી/ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ઉમેદવાર બનાવવા માટે માગ,ભાજપના સાંસદે જે.પી.નડ્ડાને લખ્યો પત્ર

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ભાજપના ઉમેદવાર બનાવવા વિનંતી કરી છે

Top Stories India

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તો એકબીજા સામે રાજકીય બયાનબાજી પણ થઈ રહી છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ભાજપના ઉમેદવાર બનાવવા વિનંતી કરી છે.

 

 

 

બીજેપી સાંસદે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં, તેમને આગામી વિધાનસભા ચૂંટણીમાં મથુરાથી ભાજપના ઉમેદવાર તરીકે સીએમ યોગી આદિત્યનાથને બનાવવા પર વિચાર કરવા વિનંતી કરી.