Kutch News/ કચ્છમાં આજે વાવાઝોડાની સંભાવના વધુ, કલેક્ટરે સાવચેત રહેવા જણાવ્યું

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં ઉભરી આવે તેવી સંભાવના છે. તે 30 ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બની શકે છે. ત્યારબાદ, તે આગામી બે દિવસ દરમિયાન ભારતીય….

Top Stories Gujarat Breaking News

Kutch News: ગુજરાતમાં 48 વર્ષ બાદ ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું 12 કલાકમાં ગુજરાતની નજીક જોવા મળી શકે છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છમાં જોવા મળશે. અહીં 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને કારણે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સેનાના જવાન એક બાળકને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા.

કચ્છ અને રાજકોટમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. કચ્છમાં કચ્છી મકાનોમાં રહેતા લોકોને તેમના મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કલેકટરે કહ્યું છે કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ યથાવત છે. અહીં 4 દિવસમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. NDRF-SDRF બાદ હવે સેના પણ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીમાં માત્ર ત્રણ વાવાઝોડાં આવ્યા છે. પ્રથમ 1944માં, બીજી 1964માં અને ત્રીજી 1976માં આવી હતી. કિનારે પહોંચ્યા ત્યાં સુધીમાં ત્રણેય નબળા પડી ગયા હતા. જો કે 132 વર્ષમાં ઓગસ્ટમાં બંગાળની ખાડીમાં 28 તોફાન આવ્યા છે.

સેનાના જવાનો બોટ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પહોંચીને બચાવ કાર્ય કરી રહ્યા છે.

ગુજરાતમાં હાલ વરસાદની (Rain) પેટર્ન બદલાઈ ગઈ છે.  કચ્છ અને  સૌરાષ્ટ્ર ઉપર આફત ઊભી થઈ છે. ડીપ ડિપ્રેશન (Deep Depression) આજે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. કચ્છમાં (Kutch) કુદરતી આફત વાવાઝોડાની (Cyclone) આગાહીને લઈ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 30 ઓગસ્ટના રોજ સવારના 4 વાગ્યાથી સાંજે 4 સુધી કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. લોકોને સલામત જગ્યા પર ખસેડવાની કામગીરી શરૂ થઓઈ ગઈ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને બાદ કરતાં ગુજરાત રાજ્યના ત્રણ મહાનગરોમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અસના વાવાઝોડાની અસર રહેશે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદ વરસી શકે છે. જો આ વાવાઝોડુ સર્જાશે તો પાકિસ્તાન તેને અસના નામ આપશે. કચ્છનો પશ્વિમ ભાગ, દ્વારકા, પોરબંદરમાં બે દિવસ ભારે વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે. વાવાઝોડું પાકિસ્તાન કાંઠે ટકરાઈ ઓમાન તરફ વળશે.

Well marked low in Arabian Sea weakened, rains to reduce in North Kerala, Coastal Karnataka | Skymet Weather Services

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં ઉભરી આવે તેવી સંભાવના છે. તે 30 ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બની શકે છે. ત્યારબાદ, તે આગામી બે દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં લગભગ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. માછીમારોને શનિવાર સુધી દરિયોે ખેડવાની મનાઈ ફરમાવામાં આવી છે. કચ્છ દરિયા કિનારે 60 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાથી એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), ગુજરાત વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આવશે; કચ્છ, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

આ પણ વાંચો:Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું

આ પણ વાંચો:ગુજરાતમાં કેમ આ વર્ષે આટલો બધો વરસાદ ખાબક્યો, હવામાન નિષ્ણાતોએ આપ્યું કારણ