Gandhinagar News: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓ (Health institution)માં સીધી ભરતીથી વર્ગ-1 ના વિવિધ સંવર્ગની 1146 જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને (GPSC) માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી C.H.C.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની 947 જગ્યાઓ છે.
રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રર કચેરી દ્વારા દરરોજ વોક ઇન ઇન્ટરવ્યુ લઇ છેલ્લા 2 વર્ષમાં 127 નિમણૂંક આપવામાં આવી છે. જેમને રૂ. 130000 ફિક્સ પગાર આપવામાં આવે છે. પી.જી. બોન્ડ ડ્યુટી 1 વર્ષ માટે આપવામાં આવે છે. હાલમાં 420 તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુ છે. C.P.S. (સ્પેશ્યાલિસ્ટ તબીબ)ને બોન્ડ ટ્યુટી (1 વર્ષ માટે) મુકવામાં આવે છે. અંદાજે 100 નવા સી.પી.એસ. ઉમેદવારો નજીકના સમયમાં ઉપલબ્ધ થનાર છે. બોન્ડેડ C.P.S.ને રૂ. 75000 / માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વધુમાં C.M. સેતુ દ્વારા પણ તબીબોની સેવા ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં લેવામાં આવે છે.
વધુમાં P.H.C અને C.H.C. ખાતે વર્ગ-2 ના તબીબો સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં G.P.S.C.મારફત સીધી ભરતી માટે કુલ ૧૯૨૧ જગ્યાઓની જાહેરાત કરાઇ છે. વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ થશે. વર્ષ 2024માં એમ.બી.બી.એસ. પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ/૩ની પેરા મેડિકલ સંવર્ગની 865 જગ્યાઓ માટેના માંગણાપત્રકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલવામાં આવશે. નર્સિંગ સંવર્ગની 1902 જગ્યાઓ માટે જી.ટી.યુ. દ્વારા પરિક્ષા લેવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ ૩ સંવર્ગની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક હોઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. ડ્રાઈવર વર્ગ/૩ અને વર્ગ/૪ની જગ્યાઓ પર આઉટસોર્સિંગથી સેવાઓ લેવામાં આવે છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.
