Not Set/ દિલ્હીવાસીઓને કેજરીવાલે આપી ભેટ,200 યુનિટ સુધી વીજળીના કોઇ ચાર્જ નહીં લેવાય

દિલ્હી, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજથી 200 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે,જ્યારે 201થી 400 યુનિટ સુધીની વીજળી માટે અડધો ચાર્જ લેવામાં આવશે.આ માટે દિલ્હી સરકાર 50 ટકા સબસીડી આપશે. દિલ્હી સરકારે 15 કિલોવોટ સુધી […]

Top Stories India

દિલ્હી,

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજથી 200 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે,જ્યારે 201થી 400 યુનિટ સુધીની વીજળી માટે અડધો ચાર્જ લેવામાં આવશે.આ માટે દિલ્હી સરકાર 50 ટકા સબસીડી આપશે.

દિલ્હી સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ 75 રુપિયાથી લઇને ૧૦૫ રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે.

દિલ્હીમાં આ પહેલા બે કિલોવોટ સુધી ઘરેલુ કનેક્શન પર દર મહિને પ્રતિકિલોવોટ 125 રુપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો, જેને હવે ઘડાટીને માત્ર 20 રુપિયા પ્રતિ કિલોવોટ કરી દેવાયો છે.બે કિલોવોટથી પાંચ કિલોવોટવાળા કનેક્શન પર દર મહિને 140 રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો હતો જે હવે માત્ર 50 રુપિયા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે પાંચ કિલોવોટથી પંદર કિલોવોટ વરરાશવાળા ઘરેલુ કનેક્શન પર દર મહિને 175 રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો જે હવે માત્ર ૧૦૦ રુપિયા ચૂકવવો રહેશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન 70 ટકા જેટલાં દિલ્હીવાસીઓ 200થી ઓછા યુનિટ વીજળી વાપરે છે. સમગ્ર ભારતમાં દિલ્હીમાં વીજળી દર સૌથી ઓછા છે અને દિલ્હી ભારતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ૨૪ કલાક વીજળી મળે છે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ ૭૫ રુપિયાથી લઇને ૧૦૫ રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે.

પહેલા બે કિલોવોટ સુધી ઘરેલુ કનેક્શન પર દર મહિને પ્રતિકિલોવોટ ૧૨૫ રુપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો, જેને હવે ઘડાટીને માત્ર 20 રુપિયા પ્રતિ કિલોવોટ કરી દેવાયો છે.બે કિલોવોટથી પાંચ કિલોવોટવાળા કનેક્શન પર દર મહિને ૧૪૦ રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો હતો જે હવે માત્ર 50 રુપિયા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે પાંચ કિલોવોટથી પંદર કિલોવોટ વરરાશવાળા ઘરેલુ કનેક્શન પર દર મહિને 175 રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો જે હવે માત્ર 100 રુપિયા ચૂકવવો રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, અભિનંદન દિલ્હી, સતત પાંચમાં વર્ષે વીજળી દરોમાં કોઇ વધારો નથી. એનાથી વિરુદ્ધ દરો ઘટી રહ્યા છે. હવે દિલ્હીમાં વીજળી દર સૌથી ઓછા છે અને દિલ્હી ભારતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ૨૪ કલાક વીજળી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.