Gujarat News/ પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ પાછળ ગુજરાતી યુવાન, ઊંઝાના સુપ્રીત પટેલની મહેનત ચર્ચામાં

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભાજપ (BJP)ના ઉદય પાછળ ગુજરાતના સુપ્રીત પટેલનું યોગદાન ચર્ચામાં છે. ત્રણ મહિના સુધી મેદાનમાં રહીને તેમણે પાર્ટી માટે પાયાનું કામ કર્યું હતું.

Top Stories Gujarat Others Breaking News
ગુજરાતી યુવાનનો બંગાળમાં કમાલ! BJP માટે મોટી રણનીતિ સફળ

Gujarat News: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં મમતા બેનર્જીના શાસન સામે ભાજપે (BJP) મજબૂત પડકાર ઉભો કર્યો છે અને સત્તા કબજે કરવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહી છે. આ સમગ્ર રાજકીય પરિસ્થિતિમાં ગુજરાતના એક યુવાનનું યોગદાન ખાસ ચર્ચામાં આવ્યું છે.

BJP માટે ગુજરાતની સ્ટ્રેટેજી હિટ!

મહેસાણા જિલ્લાના ઊંઝા ગામના સુપ્રીત પટેલે (Supreet Patel) પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ સક્રિય કામગીરી શરૂ કરી હતી. ભાજપ (BJP)ના યુવા મોરચાના સહપ્રભારી તરીકે તેમણે મેદાનમાં ઉતરીને સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીત પટેલે લગભગ ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો અને મતદારો સુધી પક્ષનો સંદેશ પહોંચાડ્યો.

તેઓ ભાજપ (BJP)ના રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે પણ કાર્યરત છે. સુપ્રીત પટેલે (Supreet Patel) જણાવ્યું હતું કે, ભાજપની સફળતા પાછળ મજબૂત રણનીતિ અને ગ્રાઉન્ડ લેવલ પરનું સઘન કામ મુખ્ય કારણ છે. તેમના અનુસાર, ચૂંટણી પહેલા જ ભાજપ માટે સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું અને 180થી વધુ બેઠકો જીતવાની સંભાવના વ્યક્ત કરી હતી.

બીજી તરફ, ચૂંટણી પરિણામો બાદ ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લા (Prem Shukla)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસના એજન્ડાને બંગાળની જનતાએ સ્વીકાર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં હિંસા અને ગેરવ્યવસ્થાના મુદ્દાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને બંગાળને સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત સ્પષ્ટ થાય છે કે, રાજકારણમાં સ્થાનિક સ્તરે કરાયેલું આયોજન અને યુવા નેતૃત્વની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગુજરાતના યુવાનની બંગાળમાં સક્રિયતા હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો:બંગાળમાં ભગવા લહેર, આસામમાં ભાજપની સુનામી, તમિલનાડુમાં થલાપતિ વિજયે સ્ટાલિનના શાસનનો અંત લાવ્યો

આ પણ વાંચો:ભાજપ પૂર્ણ બહુમતી તરફ છતાં મમતા બેનર્જી કેમ બોલ્યા ‘જીત તો અમારી જ થશે’?

આ પણ વાંચો:બંગાળ,આસામ સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ ‘શૂન્ય’, પરંતુ એકમાં બની હીરો