દેશના 73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના અગ્રણી સહકારી ઇફ્કોએ ખાતરના ભાવ ઘટાડો કરી ખેડૂતોને ભેટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરોના ભાવમાં બેગ દીઠ રૂ .50 નો ઘટાડો કર્યો છે. ઘટાડેલા ભાવો ગુરુવારથી જ અમલમાં આવી જશે.
ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર યુ.એસ. અવસ્થીએ એક ટ્વીટમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું કે, “આના દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે, કારણ કે કિંમતોમાં ઘટાડાથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.”

આ ઉપરાંત ઇફ્કોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઇફ્કો ખેડુતોના હિતમાં તેના ખાતરોના ભાવમાં સતત ઘટાડો કરતું રહ્યું છે. નવા ઘટાડા બાદ, ડીએપીની કિંમત બેગ દીઠ 1250 રૂપિયા અને એનપીકે 1 (નાઇટ્રોજન ફોસ્ફેટ પોટેશિયમ) પ્રતિ બેગ રૂપિયા 1200 કરવામાં આવી છે.
બે મહિના પહેલા, ઇફ્કોએ ડીએપીની કિંમત બેગ દીઠ 1400 રૂપિયાથી ઘટાડીને 1300 કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત એનપીકે 1 ના ભાવ 1365 રૂપિયાથી લઇને 1250 રૂપિયા પ્રતિ બેગ લાવવામાં આવ્યા હતા. અન્ય ખાતરો પૈકી, એનપીકે 2 ની કિંમત રૂ .1375 થી ઘટાડીને રૂ .1260 કરવામાં આવી છે. જે હવે 50 રૂપિયા વધુ ઘટાડીને બેગ દીઠ 1210 રૂપિયા ઘટાડવામાં આવી છે.
એ જ રીતે, એનપી (નાઇટ્રોજન ફોસ્ફેટ) ની કિંમત પણ બે મહિના પહેલા 1065 રૂપિયાથી ઘટાડીને 1000 રૂપિયા કરી દેવામાં આવી હતી જે હવે બેગ દીઠ રૂ .950 કરી દેવામાં આવી છે. ખાતરની એક કોથળીનું વજન 50 કિલો છે.
ઇફ્કો આશરે 35000 સહકારી મંડળીઓ દ્વારા 5 કરોડ ખેડુતોને ખાતર સેવાઓ પ્રદાન કરે છે. ઇફ્કોએ વર્ષ 2018-19માં 27852 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું. તેમાં પાંચ ઉત્પાદન પ્લાન્ટ છે અને તે 81.49 લાખ ટન ખાતરનું ઉત્પાદન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
