Bihar News/ બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો

Biharના ભાગલપુરમાં ગંગા નદી પરનો વિક્રમશિલા બ્રિજ તૂટી પડ્યો છે. અધિકારીઓની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી. વડોદરાના ગંભીરા બ્રિજ જેવી જ આ ભયાનક ઘટના છે.

Top Stories NATIONAL India
Vikramshila Bridge Collapse Bihar

Vikramshila Bridge Collapse Bihar: બિહારના ભાગલપુરમાં ગત રાત્રે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ગંગા નદી પર બનેલા અને હજારો લોકોની જીવાદોરી સમાન વિક્રમશિલા બ્રિજનો એક મોટો સ્લેબ અચાનક તૂટીને નદીમાં ખાબક્યો હતો. સદનસીબે, વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

મોત અને જિંદગી વચ્ચે માત્ર 15 મિનિટનું અંતર

જિલ્લા મેજિસ્ટ્રેટ નવલ કિશોર ચૌધરીના જણાવ્યા અનુસાર, બ્રિજમાં તિરાડ દેખાતા સ્થાનિક પોલીસ (SHO) અને અધિકારીઓએ તાત્કાલિક લોકોને બ્રિજ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સતર્કતાના માત્ર 15 મિનિટ બાદ જ બ્રિજનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. જો અધિકારીઓએ સમયસર વાહનવ્યવહાર ન રોક્યો હોત, તો અનેક ગાડીઓ ગંગા નદીમાં ખાબકી હોત અને મોટી જાનહાનિ થઈ હોત.

Bihar: 25 વર્ષમાં જ 2000 કરોડનો પુલ ધરાશાયી

વિક્રમશિલા બ્રિજ વર્ષ 2001માં આશરે ₹2000 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ પુલ ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતી મહત્વની કડી છે. માત્ર 25 વર્ષના ગાળામાં આટલા મોટા ખર્ચે બનેલા પુલની આ હાલત થતા એન્જિનિયરિંગ અને મટીરિયલની ગુણવત્તા પર શંકાની સોય તણાઈ છે. હાલમાં સુરક્ષાના કારણોસર બ્રિજ પર તમામ પ્રકારની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

મુસાફરોને 60 કિમીનો લાંબો ફેરો

બ્રિજ બંધ થવાને કારણે ભાગલપુર અને નવગછિયા વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. વહીવટીતંત્રે મુસાફરોને મુંગેર બ્રિજ વાપરવા સૂચના આપી છે, જે 60 કિલોમીટર જેટલો દૂર છે. આનાથી મુસાફરોના સમય અને આર્થિક ખર્ચમાં મોટો વધારો થયો છે.

વડોદરાની ‘ગંભીરા બ્રિજ’ દુર્ઘટનાની યાદ તાજી થઈ

આ ઘટનાએ વડોદરાના પાદરા પાસે મહીસાગર નદી પર બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાની યાદ અપાવી દીધી છે. 9 જુલાઈ, 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટવાથી 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે વડોદરા અને આણંદને જોડતા આ ગંભીરા બ્રિજનું સમારકામ હવે પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેને ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.


આ પણ વાંચો:આણંદનો ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે

આ પણ વાંચો:રાહદારીઓ તથા ટુ-વ્હીલર વાહનો માટે મોટી રાહત, સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાયો

આ પણ વાંચો:પાદરા-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક મોત, મૃત્યુઆંક 21એ પહોંચ્યો