વેપારીઓને છેતરપીંડી કરનાર 7 શકસો સામે નોંધાઇ ફરિયાદ
રાજકોટમાં ચાંદીના 7 વેપારીઓ સાથે છેતરપિંડી ની ઘટના બની છે.વેપારીઓ સાથે 1.33 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે..રાશિક ઉઘાડ, કેતન પંચાલ, યશપાલ શર્મા સહિત કુલ 7 શખ્સો સામે બિપિન તળપદા નામના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ શહેરના પેડક રોડ ચાંદી કામ કરતા વેપારીઓને કાચું ચાંદી આપી બદલામાં ચાંદીના ઘરેણા આપતા..આવુ થોડો સમય ચાલ્યું જો કે બાદમાં આરોપીઓ વેપારીઓ પાસેથી ઘરેણાં લઈ લીધા હતા અને તેના બદલામાં ચાંદી આપ્યું ન હતું…વેપારીઓનું કહેવું છે કે ચાંદી માંગતા આરોપીઓએ એવું કહ્યું હતું કે ઉપરથી ચાંદી નથી આવ્યું…જો કે બાદમાં વેપારીઓને તેમની સાથે છેતરપીંડી થયાની જાણ થતાં તેમણે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી હતી..આ સમયે વેપારીઓને મુંબઈનો એક શખ્સ વેપારીઓને મળિયો હતો અને તેમને આરોપીઓ ઝડપથી પકડાઈ જશે તેમ કહી વિશ્વાસ માં લીધા હતા.પોલીસ સાથે સેટિંગ થઈ ગયું છે તેમ કહી 12 લાખ લઈ ગયો હતો…હાલ પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરી છે….
