Gujarat News : ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક ભ્રષ્ટ અધિકારીઓને વહેલા વયનિયુકત કરીને સરકારી વિભાગોમાં ગંગાજળ છાંટી શુધ્ધ કરવાનું કાર્ય ચાલુ કર્યુ છે. ત્યારે પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ છંટાયું છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાત બે પોલીસ અધિકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. વધુ બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાતા ચર્ચાઓ શરૂ થઈ છે. Cid crime માં ફરજ બજાવતા પીઆઇ એમવી બતુલને ફરજિયાત નિવૃત્તિ અપાઈ, તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા વી જે ફર્નાન્ડિસને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા.
ગૃહ વિભાગે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2 સંવર્ગના બે અધિકારીઓ એમ.વી. બતુલ અને વી. જે. ફર્નાન્ડિસ ને જાહેર હિતમાં સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે. બતુલ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝમાં તેમજ ફર્નાન્ડિસ અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઓપરેશન ગંગાજળ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ભ્રષ્ટાચારના છાંટા ઉડે અથવા તેવી કામગીરી કરતા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ કે બહારનો રસ્તો બતાવાય છે. જેમાં ભ્રષ્ટાચાર સામેની સરકારનું અભિયાન પ્રજામાં પણ લોકપ્રિય થયું છે.
ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે.. જેમાં ગંગાજળ છાંટી સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને વય મર્યાદા પહેલા નિવૃત્ત કરી શુધિકરણ ની પ્રક્રિયા હાથ ધરી છે.. ઓપરેશન ગંગાજળ દરમ્યાન હાલમાં જ બે પોલીસ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરાયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે..પણ તે બાબતની સત્તાવાર હકીકત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ ન હોવાથી બંને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનેકે સવાલો ચર્ચાઈ રહ્યાં છે!!!!
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાતના બે પોલીસ ઈન્સ્પેક્ટરને વયમર્યાદા પહેલા જ નિવૃત્ત કરાયા હોવાના સમાચારથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.. પરંતુ વહેતા થયેલા આ સમાચાર ની પુષ્ટી થઈ રહી નથી.. જેના કારણે આ સમાચારને પગલે વિવાદ વકર્યો છે.. ચર્ચાઈ રહેલા સમાચારની વાત કરીએ તો ઓપરશેન ગંગાજળ હેઠળ વધુ 2 અધિકારીઓ ને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હોવાની વાત ચાલી રહી છે.. જેમાં CID ક્રાઈમમાં ફરજ બજાવતા PI એમ.વી.બતુલ અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ફર્નાન્ડિસને ફરજિયાત નિવૃત્ત કરાયા ના સમાચારે પોલીસ વિભાગમાં હડકંપ મચાવી દીધો છે..
પરંતુ નોધનીય છે કે, પોલીસ ઇન્સ્પેક્ટર બતુલ અને ફર્નાન્ડિસ ને વય મર્યાદા પગેલા જ નિવૃત્ત થવા માટે ફરજ પાડવામાં આવી હોવાની માહિતી વાતો સુધી જ મર્યાદિત છે.. કારણ કે પોલીસ વિભાગમાં બાબતે લાગતા વળગતા અધિકારીઓને પણ આ બાબતે સત્તાવાર કોઈ માહિતી મળી નથી.. જેમાં CID ક્રાઈમના વડા પરીક્ષિત રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “ઓપરેશન ગંગાજળ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. બતુલ ને વય મર્યાદા પહેલા નિવૃત્ત કરાયા હોવાની કોઈ સત્તાવાર માહિતી કે પત્ર હજુ સુધી અમને મળેલ નથી, જેથી હાલ એ બાબત સ્પષ્ટ થઈ રહી નથી.”

બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફર્નાન્ડિસ ને પણ ઓપરેશન ગંગાજળ હેઠળ અપરિપક્વ વય દરમ્યાન જ નિવૃત્ત કરવાના સમાચાર ની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.. પણ આ સમાચારને પગલે બંને પોલીસ અધિકારી અને તેમના પરિવાર ના લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે…
ઓપરેશન ગંગાજળ માં વધુ બે પોલીસ ઇન્સ્પેક્ટર ને વય મર્યાદા પહેલા ફરજિયાત નિવૃત્ત કરવાના સમાચાર ને પગલે પોલીસ તંત્રમાં ફફળાટ સાથે ચર્ચા એ જોર પકડ્યું છે.. પણ મહત્વની વાત તો એ છે કે આ બાબતની સત્તાવાર કોઈ માહિતી કે પત્ર પોલીસ વિભાગના લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો ન હોવાથી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી..
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
