Gujarat News: ગુજરાતની શાસક પાર્ટી એવી ભાજપમાં કંઈક જ ખેલ મંડાયો છે. ભાજપ (bjp)માં અંદરોઅંદર છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખની નિમણૂંકની ખેંચતાણ હવે ખુલ્લેઆમ જોવા મળી રહી છે. ત્યારે હવે નેતાઓ પત્રો લખીને એકબીજાની પોલ જાહેરમાં ખોલી રહ્યા છે. ત્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ સામે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલને લેટર (Letter) લખ્યો છે. ત્યારે આ દિશામાં તેઓએ ધારાસભ્ય (MLA) બાબુસિંહ જાદવને સમસ્યાનો નિકાલ તેમજ ભ્રષ્ટાચાર (corruption) સામે કડક પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે.
આ મામલે ગ્રામજનોએ પત્ર લખ્યો છે અને આરોપ પણ લગાવ્યો છે કે, ગ્રામ પંચાયતમાં સરપંચ મહિલા છે. ત્યારે સમગ્ર વહીવટ તેનો પતિ કરે છે. તેવો આક્ષેપ તેમણે લગાવ્યો છે. લેટરમાં જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા રજાચિઠ્ઠી આપવા જેવી કોઈ પણ કામગીરીમાં પૈસાનો વહીવટ કરવા માંગ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ તેની રજૂઆત ગ્રામજનોએ વટવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય બાબુસિંહ જાદવને કરી હતી, જોકેસ સમગ્ર મુદ્દે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. તો ગ્રામજનોએ સાંસદને લેખિતમાં ફરિયાદ કરી છે.
ગ્રામજનોએ પત્રમાં કર્યા આક્ષેપો:
સરપંચના પતિથી ત્રાસેલા ગ્રામજનોએ ભાજપના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને આ અંગે અગાઉ મૌખિકમાં રજૂઆત પણ કરી હતી. મળતી માહિતી મુજબ સરપંચનો પતિ જ સમગ્ર વહીવટ ચલાવે છે. આ ઉપરાંત તે ગ્રામપંચાયચનું રેકર્ડ પણ પોતાના ઘરે રાખીને સમગ્ર વહીવટ ઘરેથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તે ઈન્ડસ્ટ્રીયલ શેડ માટે રજા ચિઠ્ઠીના રુપિયા લે છે. સરપંચનો પતિ સંજયભાઈ પોતે સરપંચ ન હોવા છતાં આજે પણ પોતે સરપંચ હોય તેમ માનીને સમગ્ર વહીવટ જાતે કરે છે. સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને પોતાના વ્યક્તિગત આર્થિક લાભ માટે બેફામ રીતે સરકારનો કોઈ પણ ડર રાખ્યા વગર ધામતવાણ ગ્રામ પંચાયતના પોતે સરપંચ હોય તેમ વર્તી રહ્યા છે. જેને કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ પણ લોકોએ લગાવ્યો છે.
લોક વિકાસના રુપિયા ક્યાં વપરાયા?
સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવામાં આવેલી ગ્રાન્ટની રકમનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ત્યારે ઘણા ખરાં કામો આજદિન સુધી થયા નથી. મહિલા સરપંચના પતિ સંજયભાઈ દ્વારા 2001થી અત્યાર સુધીમાં કરેલા કામો અને ફાળવેલા નાણાંની યોગ્ય તપાસ કરાશે, તેમજ કરોડો રુપિયાની ઉપાચત પણ બહાર આવશે.
સાંસદે ધારાસભ્યને કાર્યવાહીની માંગ કરી
ગ્રામજનો દ્વારા પત્ર મળ્યા પછી સાંસદ હસમુખ પટેલે વટવા ધારાસભ્ય બાબુસિંબ જાધવને કાર્યવાહી કરવા અંગે પત્ર લખતાં ભાજપમાં ભારે ખળભળાટ જોવા મળ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ગ્રામજનોની ફરિયાદને લઈને સત્વરે યોગ્ય ન્યાય અપાવશો. પીડિત ગ્રામજનોએ સરપંચ પતિ પર ભ્રષ્ટાચાર આચરીને કરોડો રુપિયાની સંપતિ ઊભી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી એક જ પરીવારના સભ્યો સરપંચ પદે હોય તો કોઈ સામે અવાજ ઉઠાવશે તો તેને ધમકી આપવામાં આવે છે.
![]()
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ચંડોળા તળાવનું થશે બ્યુટિફિકેશન, 7 તબક્કામાં થશે તળાવનો વિકાસ
આ પણ વાંચો: સુરત બાદ ગાંધીનગરમાં ગોલ્ડ ATMની શરૂઆત, MLAના હસ્તે કરાયું ઉદ્ધાટન
