Gujarat News : પાસપોર્ટ રિન્યુઅલને લઈ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપીનો પાસપોર્ટ રિન્યુ થઈ શકશે. તે સિવાય ક્રિમીનલ કેસ પેન્ડિંગ હશે તો પણ પાસપોર્ટ રિન્યુ થશે. 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થશે, એમ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું. અત્યાર સુધી પેન્ડિંગ ક્રિમીનલ કેસમાં 1 વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યુ થતો હતો.
અરજદાર કોર્ટમાં જાય તો પણ 3થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થતા હતા.વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે પણ પાસપોર્ટ ઓથોરિટી પાસે સત્તા નહી, એમ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું. બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતાં હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.
આ પણ વાંચો:ભક્તોને મળશે ‘ગોલ્ડ લોકેટ’, આ મંદિરે શરૂ કરી અનોખી યોજના
આ પણ વાંચો:બોલો હવે યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન પણ નકલી! કારીગર3500માં ઘરે બેઠા કરી આપેછે બટનની ડિલીવરી
