Not Set/ જામનગર – ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્વાંગમાં આવેલા 2 નકલી અધિકારીઓની ધરપકડ, પોલિસ ફરિયાદ દાખલ

મંતવ્ય ન્યૂઝ,  જામનગરમાં શરૂ સેકસન રોડ પર આવેલા જીલ્લા સેવા સદન ખાતે ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્વાંગમાં આવેલા બે નકલી અધિકારીઓની પોલિસે ધરપકડ કરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ લોકસભા ઇલેક્શનના મતદાનના એક દિવસ પૂર્વે જ વહીવટી તંત્ર ચૂંટણીના અંતિમ આયોજનમાં પરોવાયું હતું ત્યાં શરુ સેક્સન રોડ પર આવેલા સેવા સદનમાં બે શખ્સો સાંજે […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ, 

જામનગરમાં શરૂ સેકસન રોડ પર આવેલા જીલ્લા સેવા સદન ખાતે ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્વાંગમાં આવેલા બે નકલી અધિકારીઓની પોલિસે ધરપકડ કરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ લોકસભા ઇલેક્શનના મતદાનના એક દિવસ પૂર્વે જ વહીવટી તંત્ર ચૂંટણીના અંતિમ આયોજનમાં પરોવાયું હતું ત્યાં શરુ સેક્સન રોડ પર આવેલા સેવા સદનમાં બે શખ્સો સાંજે છ એક વાગ્યે પહોંચ્યા હતા. કલેકટર કચેરીના અધિકારીએ તેમને રોકીને તેને ઓળખ પૂછી હતી. જેના જવાબમાં અમે નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ છીએ, અમારે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન મથકમાં પ્રવેશવા માટેના પાસ જોઈએ છે. પોતે એનઆઈબીના અધિકારીઓ હોવા છતા ચૂંટણી સબંધિત પાસ અંગે કેમ આવી વાત કરે છે ? એવો સવાલ કલેકટર કચેરીના અધિકારીઓને થયો અને બંને પાસેથી એનઆઈબીના અધિકારી તરીકેના પુરાવા માંગ્યા પરંતુ બંને શખ્સો ઓળખ પુરાવા આપવામાં નિષફળ જતા તંત્ર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે એલસીબી પોલીસ કાફલો કલેકટર કચેરી દોડી ગયો હતો અને બન્ને શખ્સોની ધરપકડ કરી હતી.

પોલિસ તપાસમાં એનઆઈબીના અધિકારી તરીકેની ઓળખ આપતા આ બન્ને શખ્સો મનહરલાલ શેઠ જાતે વાણીયા ( ઉ . વ ૫૧ ધંધો પત્રકાર તથા ઝેરોક્ષ રહે , સ્નેહદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નં – ૩ તથા ૪ પેલેસ રોડ જામનગર ) અને આશીષભાઈ ભરતકુમાર દોશી જાતે વાણીયા ઉ . વ ૪૪ , ધંધો વેપાર , રહે અર્પણ રેસીડેન્સી ફ્લેટ નં – ૪૦૩ પટેલ કોલોની શેરી નં – ૩ રોડ નં – ૩ જામનગર ) હોવાનું સામે આવ્યું હતું .

એક શખ્સ જામનગર ઉપરાંત અનેક શહેરોમાંથી નીકળતા ચોપાનિયાઓમાં કામ કરી પત્રકાર તરીકે ઓળખાવી રોફ જમાવતો જ્યારે અન્ય શખ્સ વ્યવસાય સાથે સંકળાયેલ છે . બંને શખ્સો રાજ્ય સેવક ન હોવા છતાં પોતાની ઓળખ ઈન્ટેલીજન્સ બ્યૂરોના ઇન્વેસ્ટિંગ ઓફીસર રાજ્યસેવક તરીકેની આપી ગુનો આચર્યો હોવાની એલસીબીના પીએસઆઈ ગોહિલે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી . બંને આરોપીઓ પાસેથી સંખ્યાબંધ ઓળખ પત્રો મળી આવ્યા છે . પોલીસે બંને શ્ખ્સોની ધરપકડ કરી વિધિવત પૂછપરછ હાથ ધરી છે .