- વડોદરાના પાદરામાં લગ્ન સમારોહમાં ભીડ
- સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- ફારૂક મલેકની પુત્રીનો લગ્ન સમારોહનો વીડિયો
- ગુજરાતી અભિનેત્રી મમતા સોની ઉપસ્થિત
- પાદરામાં કોવિડ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
- ડભાસા ટાવર રોડ પર હતો લગ્નનો કાર્યક્રમ
કોરોના મહામારી હજુ ચાલુ છે ત્યારે લોકોને કોરોના ગાઇડલાઇન પાલન કરવા માટે તંત્ર અને સરકાર દ્વાર અનેક વખત સૂચના આપવામાં આવી છે અને જો લોકો તેનું પાલન નથી કરતા તો તત્ર દ્વારા દંડને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે.ત્યારે આવામાં વડોદરાના પાદરામાં લગ્ન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, વડોદરામાં આવેલા પાદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે. ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએના કાર્યક્રમમાં લોકો માસ્ક વગર ઉમટી પડ્યાં હતા. હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. તેમજ કાર્યક્રમાં સોશિયલ ડિસ્ટન્સન ધજાગરા પણ ઉડતા જોવા મળ્યાં હતા.
પાદરાના ટાવર રોડ પર રહેતા ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં લોકોની ભીડ થઈ હતી. પોલીસને કાર્યક્રમની જાણ થતા પાદરા પોલીસે સોશ્યલ ડિસ્ટનસિંગ નો ભગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
પાર્ટીમાં અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું, ગાઇડલાઇનની ઐસીતૈસી કરી અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. નોધનિય છે કે, રાજ્યમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.
આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી ક્યારે કોઈ લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરવામાં આવ્યો હોય આ પહેલા ઘણાએ કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં ગાયક કલાકારોને જોવા લગ્ન પ્રસંગમાં લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હોય અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :ગુજરાતમાં મહિનાના શનિ-રવિ પાનનાં ગલ્લાં બંધ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો :સંપૂર્ણ લોકડાઉન અંગેનો વાઈરલ પત્ર ફેક : વાયરલ નહીં કરવા નાગરિકોને ગૃહ વિભાગનો અનુરોધ
આ પણ વાંચો :કોરોનાએ કાતરી ખાધું બેન્ડ, ડીજે, અને બગ્ગી વાળાનું ખિસ્સું
