Junagadh News/ ‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, જવાબદારી મારી’ – જૂનાગઢના MLA સંજય કોરડીયાનું નિવેદન ચર્ચામાં

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા (Sanjay Koradiya)એ શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓને આત્મરક્ષણ માટે પ્રેરિત કરતા આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

Top Stories Gujarat Others Breaking News
છેડતી સામે નિડર બનવાની અપીલ,Sanjay Koradiyaના નિવેદનની ચર્ચા

Junagadh News: જૂનાગઢમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડીયા (Sanjay Koradiya)એ દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણ અંગે આપેલું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાર્યક્રમ દરમિયાન તેમણે વિદ્યાર્થિનીઓને આત્મવિશ્વાસ સાથે પોતાની સુરક્ષા માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એન.બી. કાંબલીયા કન્યા વિદ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં સંજય કોરડીયા (Sanjay Koradiya)એ દીકરીઓને સંબોધતા કહ્યું કે દરેક દીકરીમાં એટલો આત્મવિશ્વાસ અને હિંમત હોવી જોઈએ કે કોઈ અસામાજિક તત્વ તેમની સાથે ગેરવર્તન કરવાનો વિચાર પણ ન કરે. તેમણે વ્યક્તિગત સુરક્ષા અને પોતાની મર્યાદા જાળવવા પર ભાર મૂક્યો હતો.

દીકરીઓની સુરક્ષા મુદ્દે Sanjay Koradiyaનું નિવેદન

ધારાસભ્યે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ છેડતી કરે અથવા હેરાન કરવાનો પ્રયાસ કરે તો દીકરીઓએ ડરવાને બદલે હિંમતપૂર્વક પોતાનો બચાવ કરવો જોઈએ. તેમણે કહ્યું કે અન્યાય સામે મૌન રહેવાને બદલે યોગ્ય સમયે આત્મરક્ષણ કરવું જરૂરી છે.

સંજય કોરડીયા (Sanjay Koradiya)એ વધુમાં જણાવ્યું કે દીકરીઓએ પોતાની વ્યક્તિગત સીમા (પર્સનલ સ્પેસ) અંગે જાગૃત રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની અયોગ્ય હરકત સામે તરત જ પ્રતિક્રિયા આપવી જોઈએ. તેમના નિવેદનને કેટલાક લોકો દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વર્ગોમાં આ નિવેદન અંગે ચર્ચા અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

હાલ તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ મુદ્દે વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચો:MLA સંજય કોરડીયાનો પત્ર, રસ્તા કે ભૂગર્ભ ગટરના નબળા કામોને લઈ પત્ર

આ પણ વાંચો:જૂનાગઢમાં ભાજપના નેતાઓ વચ્ચે ખુલ્લું લેટર યુદ્ધ, વિકાસ કાર્યો પર વિવાદ, પાર્ટીની બદનામીનો ખતરો

આ પણ વાંચો:જૂનાગઢ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચા